Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

રેલ્વે મઝદૂર સંઘ કર્મચારીઓના હિત માટે હંમેશા જાગૃત છે

આંખના ફ્રી નિદાન કેમ્પમાં ૩૦૦ રેલ કર્મી.ઓએ લાભ લીધો : રેલ્વેના કર્મચારીઓના હક્ક માટે હું લડતો રહીશ : હિરેનભાઈ મહેતા

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા ફ્રી આંખની તપાસના કેમ્પનું આયોજન થયેલ. રેલ્વે મઝદૂર સંઘના ડિવીઝનલ સેક્રેટરી હિરેનભાઈ મહેતાની યાદી ૩૦૦થી વધુ રેલ કર્મચારીઓ અને તેમના પરીવારજનોએ આંખની તપાસ કરાવેલ હતી. આ પ્રસંગે એડીઆરએમ શ્રી એસ.એસ. યાદવે જણાવેલ કે સ્પોટ્ર્સ કલ્ચરલ, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમીયા ચેકઅપ કે ડબલ્યુઆરએમએસ એક નવુ સંગઠન છે. જે હંમેશા કર્મચારીઓના હિત માટે જાગૃત છે અને સતત કાર્યરત છે. એ માટે હિરેન મહેતા અને તેમની પૂરી ટીમને અભિનંદન. શ્રી દિનેશ સુથાર (આઈસીઆઈસીઆઈ બેન્કના સેલ્સ મેનેજર) એ ક્રેડીટ કાર્ડની જરૂરીયાત અને તેની ઉપયોગીતા વિશે માહિતી આપેલ. આ કેમ્પમાં ૫૦ હજાર સુધીનું ફ્રી ક્રેડિટ કાર્ડ સાથે બ્લુ ટૂથ અને હેડફોનની ભેટ આપવામાં આવેલ.

શ્રી હિરેનભાઈ મહેતાએ મહેમાનો તથા કર્મચારીઓ, આઈ ચેક અપ ટીમનું શાબ્દિક સ્વાગત કરતાં કહ્યું હતું કે ડબલ્યુઆરએમએસ કર્મચારીઓની સંસ્થા છે. મારા કર્મચારીઓની જરૂરીયાત અને હક્ક માટે હું અંતિમ સ્થિતિ સુધી લડીશ.

આ કાર્યક્રમમાં ડો.વડાલીયા, શ્રી ઉપાધ્યાય, શ્રી વાસ્તવ એસઆરડીસીએમ, શ્રી સોહની, ડીએસસી શ્રી અવિનાશકુમાર એપીઓ શ્રીમતી દિવાલે એએનઓ, પ્રફુલાબેન સોલંકી, વનરાજસિંહ એમડી, રેલરાજ બેંક વગેરે ઉપસ્થિત રહેલ અને હિરેનભાઈ મહેતા તથા સમગ્ર ટીમને અભિનંદન આપેલ. અંતમાં એકયુએસ એન.પી. રાવલભાઈએ આભારવિધિ કરેલ. કાર્યક્રમનું સંચાલન અવની ઓઝાએ કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શેરાવતભાઈ, વિરેન પટેલ, પંકજ છાયાણી, શ્રી અગ્રવાલ, જસ્મીન ઓઝા, કેતન ભટ્ટી, હિતેશ પરમાર, ઘનશ્યામભાઈ, બિક્રમસિંગ, નવનીત ગર્ગ, મયુરસિંહ, જતીન જોષી, જે.ડી.વસાવડા, મહિલા વિંગ તરફથી દક્ષાબેન રાવલ, પુષ્પા ડોડીયા, ધર્મિષ્ઠા, વિક્રમબા, જલ્પા, ભાવના વગેરેએ જહેમત ઉઠાવી હતી.(૩૭.૧૧)

(4:33 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST