Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટે બક્ષીપંચ-પાટીદાર વચ્ચે જંગઃ કાલે તાકાતના પારખા

ખાટરીયા વિરોધીઓનો સવાલઃ પ્રમુખ પદ સામાન્ય વર્ગની મહિલા માટે હોવા છતા બક્ષીપંચનો આગ્રહ કેમ? ખાટરીયાના સમર્થકોની દલીલ અઢી વર્ષ પહેલા પાટીદાર માટે હક્ક જતો કરેલ તેથી હવે હક્ક છે ધારાસભાની ચૂંટણી પુર્વે પાટીદારને પ્રમુખ બનાવેલ હવે સંસદની ચૂંટણી પુર્વે બક્ષીપંચને પ્રમુખપદ મળવુ જોઇએ

રાજકોટ, તા. ૧૪ :. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા થનાર છે. તે પૂર્વે પંચાયત વર્તુળમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના એકથી વધુ જુથ સામસામે આવી ગયા હોય તેવુ દેખાય છે. મુખ્યત્વે પ્રમુખ પદ માટે પાટીદાર અને બક્ષીપંચ દાવેદારો વચ્ચે જંગ દેખાય રહ્યો છે. ભાજપે કોંગ્રેસની આંતરીક સ્થિતિનો લાભ લેવાની તૈયારી રાખી છે. જો કોંગ્રેસનું મોટુ જુથ જુદુ પડે તો ભાજપમાં ભેળવવાની અથવા બહારથી ટેકો આપી બળવો કરાવવા સુધીની તૈયારી થઈ રહ્યાનું ચર્ચાય રહ્યુ છે. મુખ્યત્વે અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા, ભાવનાબેન ભુત અને રેખાબેન પટોડીયા વચ્ચે સ્પર્ધા દેખાય છે.

ખાટરીયા જુથનું કહેવુ છે કે, અઢી વર્ષ પહેલા સિનીયોરીટીની દ્રષ્ટિએ ખાટરીયા પોતે પ્રમુખ પદ માટે હક્કદાર હોવા છતા અનામત આંદોલનને ધ્યાને રાખી પાટીદાર માટે પ્રમુખ પદનો હક્ક જતો કરેલ. તેથી હવે તે વખતના વચન મુજબ પ્રમુખ પદ તેમના ધર્મપત્નિ અલ્પાબેનને જ મળવુ જોઈએ. ધારાસભાની ચૂંટણી વખતે પાટીદારને પ્રમુખ પદ આપે તો હવે લોકસભાની ચૂંટણી ધ્યાને રાખી બક્ષીપંચને પ્રમુખ પદ આપવુ જોઈએ.

બીજી તરફ ખાટરીયા વિરોધી જુથની સ્પષ્ટ દલીલ છે કે, પ્રમુખ પદ સામાન્ય વર્ગની મહિલા માટે છે તો તેમા બક્ષીપંચની મહિલાની પસંદગી શા માટે ? પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદના બદલામાં ખાટરીયાને કારોબારી સમિતિનુ મહત્વનું અધ્યક્ષ પદ આપવામાં આવેલ. તેમજ ખાટરીયાને ખુદને ગોંડલ ધારાસભાની ટીકીટ પાર્ટીએ આપી હતી તેથી આ વખતે પાટીદાર મહિલાને જ પ્રમુખ પદ મળવુ જોઈએ. આવી તરફેણ કરનારા સભ્યો નવાજૂની તરફ ઈશારો કરી રહ્યા છે.

જિલ્લા પંચાયતના સભ્ય વર્તુળોમાં ઉપરોકત વિરોધાભાસી દલીલ વચ્ચે આવતીકાલે સવારથી નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા શરૂ કરનાર છે. અત્યારે તો દાવેદારોએ પોતાના તરફી વધુમાં વધુ સેન્સ જાય તેવા પ્રયાસો તેજ કર્યા છે. જસદણ પંથકના કોળી સમાજના સભ્યો જેની સાથે રહેશે તેનુ પલડુ સંખ્યાની રીતે ભારે બની જશે. તા. ૨૦મીએ ચૂંટણી છે, ૧૯મીએ ફોર્મ ભરવાના છે તે પૂર્વે ખરાખરીનો રાજકીય ખેલ શરૂ થઈ ચૂકયો છે.(૨-૨૭)

(4:32 pm IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST