Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

દેશભરમાં બ્લડ બેન્ક સેન્ટર તરીકે ઓળખાશેઃ દેશમાં સૌ પ્રથમ અમલ રાજકોટમાં

રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક એન્ડ રિસર્ચ સેન્ટર લાઈફ બ્લડ સેન્ટર તરીકે ઓળખાય છે

રાજકોટ,તા.૧૪: કેન્દ્ર સરકારે દેશભરમાં કાર્યરત બ્લડ બેન્કોનું નામ બદલી બ્લડ સેન્ટર કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે તેનો સૌ પ્રથમ અમલ રાજકોટમાં અગાઉથી જ થઈ થયો છે અને રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક લાઈફ બ્લડ સેન્ટર તરીકે ઓળખાવા લાગી છે. ૨૦૧૫માં જ વોલન્ટરી બ્લડ બેન્કનું નામ બદલીને લાઈફ સેન્ટર કરી નાખવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારે ડ્રગ ટેકિનકલ એડવાઈઝરી બોર્ડ દ્વારા કરવામાં આવેલી દરખાસ્ત મંજુર કરી આ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત લાઈસન્સ મેળવનાર બ્લડ સેન્ટર્સ માન્યતા પ્રાપ્ત જગ્યાઓ પર જ કાર્યરત રહે શકશે. આ બ્લડ સેન્ટરમાં જ બ્લડ કલેકશન, પ્રોસેસિંગ સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશનનું કામ થઈ શકશે.(૩૦.૧૦)

(4:30 pm IST)