News of Thursday, 14th June 2018

રવિવારે સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનો પસંદગી મેળોઃ સંતો- મહંતો આશીવર્ચન પાઠવશે

રાજરાજેશ્વર ચેરટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજનઃ ઈન્દ્રનિલભાઈ રાજયગુરૂ હાજર રહેશે

રાજકોટઃ અત્રે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન હોલ ટાગોર માર્ગ, ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે આગામી તા.૧૭ રવિવારે સવારે ૯ કલાકે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ જીવનસાથી પસંદગી સમિતિ દ્વારા લગ્નોત્સુક યુવક- યુવતીઓ માટે પંચમ પરિચય સંમેલન સંસ્થાના પ્રમુખશ્રી ઈન્દ્રનીલભાઈ રાજગુરૂના અધ્યક્ષસ્થાને યોજાએલ છે.

આ જીવનસાથી પસંદગી સંમેલનમાં આશરે ૨૫૦ યુવક- યુવતીઓ અને તેના વાલીઓ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમ અને જીવનલક્ષી સેમીનાર જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

આ કાર્યક્રમમાં શ્રી મુકતાનંદબાપુ, બ્રહ્માનંદધામ- ચાપરડા, શ્રી જગુરામબાપા હરીરામબાપા- ધુનેશ્વર, સંતશ્રી આત્મારામજી- રાજકોટ અને ભાગવતાચાર્ય શ્રી ડો.જયંતિભાઈ તેરૈયા આશીર્વચન પાઠવશે.

આ કાર્યક્રમમાં ગીજુભાઈ ભરાડ, સંઘના પ્રમુખ રસિકભાઈ જોશી- સોનગઢ, સંઘના મેનેજીંગ ટ્રસ્ટી દિવ્યકાંતભાઈ જોશી, ટ્રસ્ટી ભીખાભાઈ જોશી, ટ્રસ્ટી મુળશંકરભાઈ તેરૈયા- અમરેલી, કાન્તીભાઈ મહેતા- મુંબઈ, કિશોરભાઈ જોશી- નવસારી, વાસુદેવ જોશી, હરીભાઈ વેગડા, નર્મદભાઈ બોરીસાગર, જતીનભાઈ ભરાડ, ધીરૂભાઈ મહેતા, જ્યવીનભાઈ દવે, દિનેશભાઈ જોશી, ગુણવંતભાઈ ભરાડ, જે.પી.મહેતા ઉપસ્થિત રહેશે. જ્ઞાતિના ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોશીનું સન્માન કરવામાં આવશે. સંસ્થાના કાયમી ભોજનદાતા સ્વ.ધીરૂભાઈ લક્ષમણભાઈ તેરૈયાનું શ્રધ્ધાંજલી- મરણોતર સન્માન કરાવનું આયોજન કરેલ છે.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક- યુવતીઓને પરિચય પુસ્તિકા, પેન- ડાયરી વિગેરેની કીટ ફી (વિના મુલ્યે) આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા કન્વીનર ઉમેશભાઈ જોશી, તૃપ્તિબેન જોશી, લલીતભાઈ ધાંધિયા, અશોકભાઈ જોશી, ઉમેશભાઈ એન.જોશી, ડો.ગીજુભાઈ જોશી, જયેશભાઈ દવે, મનીષભાઈ બામટા, અમિતભાઈ માઢક, જેરામભાઈ ચાવડાગોર, મહેન્દ્રભાઈ જોશી, પંકજભાઈ ચાંવ જહેમત ઉઠાવી રહેલ છે.(૩૦.૯)

(4:30 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST