Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ફ્રેન્ડસ કલબ દ્વારા રવિવારે દિવ્યાંગ બાળકો અને વૃધ્ધાશ્રમના વડીલો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ

 રાજકોટઃ તા.૧૪, ફ્રેન્ડસ કલબ રાજકોટ દ્વારા દિવ્યાંગ બાળકો અને વૃધ્ધાશ્રમના વડીલો માટે ભોજન સમારંભ તથા સાસ્કૃતિક કાર્યક્રમ તા.૧૭ના રવિવાર સાંજે ૫ થી ૯ સદભાવના વૃધ્ધાશ્રમ (શિતલ પાર્ક, બીઆરટીએસ બસ સ્ટેન્ડ રામાપીર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ) ચોટીલાના ગાદીપતિ પૂ. સુભાષગીરી બાપુ, હિંગળાજ શકિત પીઠના પૂ. રજનીશગીરી બાપુ તેમજ શિવ સેનાના પ્રમુખ જીમ્મીભાઇ અડવાણી, ડો. શિલ્પાબેન ગોસાઇ, કાશ્મીરાબેન નથવાણી વિગેરે ઉપસ્થિત રહેશે.

 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફ્રેન્ડસ કલબના ચેરમેન શ્રીમતી લીનાબેન વખારીયા, ડો. મનીષ ગોસાઇ, વાઇસ ચેરમેન જયેશભાઇ કતીરા, પ્રમુખ વજુભાઇ ગઢવી, મંત્રીશ્રી વિપુલભાઇ રાઠોડ, ઉ.પ્ર.સંદીપભાઇ પારેખ, મહામંત્રી ભરતભાઇ પિત્રોડા,  સમીરભાઇ જાવીયા, જીતેનભાઇ પંડીયા, સમીરભાઇ, ઉ.પ્ર. સમીરભાઇ પટેલ, નિલેષ પટેલ

 મહિલા પ્રમુખ  શોભનાબેન વિઠલાણી, ઉ.પ્ર. ખુશાલીબેન ત્રિવેદી, મંત્રી રેખાબેન ચોૈહાણ, પ્રજ્ઞાબેન દેસાણી, હિનાબેન ધકાણ, વિલાસ મકવાણા, જીતીજ્ઞા, કનુભાઇ રાધવાણી, સંદીપભાઇ વાડોદરીયા, નિશિતભાઇ ભટ્ટ, કૈલાશભાઇ નકુમ, રવિભાઇ પરસાણા, રસિકભાઇ હિરાણી, સુરેશભાઇ પટેલ, નિતિનભાઇ રતનધાયરા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪૦.૧૦)

(4:29 pm IST)
  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST