News of Thursday, 14th June 2018

કોંગ્રેસ પણ મેયર સહિતના પદાધિકારીઓની દરખાસ્ત મૂકશે

મેયર પદે જાગૃતિબેન ડાંગર, ડો. ઉર્વશીબેન પટેલ તથા ડે. મેયર પદે મનસુખ કાલરિયા-ઘનશ્યાસિંહ જાડેજા અને સ્ટેન્ડીંગ કમીટીના સભ્યો તરીકે દિલીપભાઇ આસવાણી, રવજીભાઇ ખીમસુરીયાના નામો ચર્ચામાં

રાજકોટ, તા. ૧૪ : આવતીકાલે મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. જેમાં મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ પણ મેયર સહિતના પદાધિકારીઓના નામોમાં દરખાસ્તો મૂકનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ કાલે જનરલ બોર્ડમાં મેયર સહિતના પદાધિકારીઓની યોજાશે ત્યારે મેયર, ડે. મેયર અને સ્ટેન્ડીંગના સભ્યોના નામોની દરખાસ્તો કોંગ્રેસ દ્વારા રજૂ થશે.

જેમાં મેયરપદે જાગૃતિબેન ડાંગર તથા ડો. ઉર્વશીબેન પટેલ અને ડે. મેયર પદે મનસુખભાઇ કાલરિયા તથા ઘનશ્યામસિંહ જાડેજા તેમજ સ્ટેન્ડીંગ કમીટીમાં સભ્યપદે દિલીપભાઇ આસવાણી અને રવજીભાઇ ખીમસુરીયા વગેરેના નામો ચર્ચામાં છે.

(4:26 pm IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST