Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

છેલ્લા દિવસે પણ મેયર ફિલ્ડમાં રહ્યા : રેસકોર્ષ-૨ની કાર્યવાહીનું નિરીક્ષણ

રાજય સરકાર દ્વારા ૧લી મે થી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ સમગ્ર રાજયમાં ૩૧ મે સુધી તળાવ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાએ પણ આ અભિયાન શરૂ કરેલ. ૩૧ મેં પછી જયાં સુધી વરસાદ ન આવે ત્યાં સુઘી આ અભિયાન ચાલુ રહેશે તેવો નિર્ણય કરેલ, જેથી જળ અભિયાનની કામગીરી ચાલુ રાખેલ છે. જેના અનુસંધાને આજ તારીખ ૧૪ જુનના રોજ રેસકોર્સ-૨ લાગુ અટલ સરોવરને ઊંડું ઉતારવાની ચાલી રહેલ કામગીરીની સ્થળ મુલાકાત મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ લીધી હતી. અટલ સરોવરને રૂ.૩,૬૨,૨૨૫ ઘન મીટર ઊંડું ઉતારવાનો ટાર્ગેટ રાખવામાં આવેલ છે. જેના અનુસંધાને ગઈકાલ તા.૧૩ જુન સુધીમાં ૩,૦૫,૯૯૭ ઘન મીટર કામગીરી પૂર્ણ થયેલ છે. આ કામગીરીમાં આગળ વધારવા હાર્ડરોક હોય બ્લાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ૭ જેટલા હિટાચી, ૧૮ ડમ્પર, તેમજ જે.સી.બી જેવા મશીનરી દ્વારા  કામગીરી ચાલી રહી છે. તેમ અંતમાં મેયરની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:24 pm IST)