Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સ્માર્ટ સીટી મિશનમાં રાજકોટ પ્રથમ

આઇ-વે પ્રોજેકટ, ઓટોમેટિક ટીકીટ સીસ્ટમ, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમની નોંધ લઇ કેન્દ્ર સરકારે રાજકોટ કોર્પોરેશનની પીઠ થાબડી : મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ તા. ૧૪ : કેન્દ્ર સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશનમાં ટોપ-૨૦માં (૧૭મા ક્રમે) સ્થાન મેળવનાર રાજકોટ શહેર વિકાસપથ પર ઝડપભેર આગેકૂચ કરી રહયું છે. એમાંય સ્માર્ટ સિટી મિશનના ત્રીજા રાઉન્ડમા સમાવિષ્ટ શહેરોની વાત કરવામાં આવે તો તેમાં રાજકોટ પ્રથમ સ્થાને રહયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેકટ ઝડપભેર આગળ ધપાવવા પ્રયાસો કરવામાં આવી રહયા છે. જેમાં આઈ-વે પ્રોજેકટ (સીસીટીવી પ્રોજેકટ)નો સેકન્ડ ફેઇઝ પણ પૂર્ણતાના આરે પહોંચી ગયો છે. જયારે ERP (એન્ટરપ્રીનીયર રિસોર્સ પ્લાનિંગ), TMS (ઓટોમેટિક ટિકિટ મેનેજમેન્ટ સિસ્ટમ) - AFCS  (ઓટોમેટિક ફેર કલેકશન સિસ્ટમ) અને GIS  (જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ)ની ટેન્ડર પ્રક્રિયા ગતિમાં ગતિમાં છે. આ કાર્યવાહી મહાનગરપાલિકાના વહીવટી સુધારાઓમાં અત્યંત મહત્વપૂર્ણ પૂરવાર થશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

 

મ્યુનિ. કમિશનરશ્રીએ આ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ અને દેશ વિદેશમાં જેની ભરપૂર પ્રશંસા થઇ રહી છે તે આઈ-વે પ્રોજેકટ (સીસીટીવી પ્રોજેકટ) નો દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઇઝ) પણ પૂર્ણ થવા ભણી આગળ ધપી રહયો છે. સેકન્ડ ફેઇઝની ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ચુકી છે જેમાં તમામ પ્રકારના સિવિલ વર્કને આવરી લેવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વિભાગ દ્વારા કુલ રૂ.૬૭ કરોડના ખર્ચે શહેરમાં ૯૭૩ સી.સી.ટી.વી.કેમેરાઓ ફીટ કરવાના આયોજનમા પ્રથમ ફેઇઝમાં ૪૨૭ સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવેલ. જયારે બીજા તબક્કમાં બાકીની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ નાનામૌવા મલ્ટી એકટીવીટી સેન્ટર તથા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી એમ બે સ્થળોએ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ જેનું લોકાર્પણ તા.૨૨/૦૯/૨૦૧૭નાં રોજ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ બીજા તબ્બકામાં અંદાજે રૂ.૨૦ કરોડના ખર્ચે રાજકોટ આઈ-વે પ્રોજેકટ હેઠળ ૫૦૦ સી.સી.ટીવી કેમેરા લગાડવામા આવી રહયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝૂ, સ્ટોર તેમજ જુદી જુદી શાખાઓ હસ્તકની બધી જ મિલકતોને આવરી લેવામાં આવી રહી છે. તેમજ જુદા જુદા વિશેષ ૧૦ સ્થળોએ એલ.ઈ.ડી. બોર્ડ મુકવામાં આવશે.

આ ઉપરાંત શહેરની તમામ ૪૪ વોર્ડ ઓફિસોને, બધા જ રેનબસેરા, કોર્પોરેશનની ૪ શાકમાર્કેટો વિગેરેનું પણ કવરેજ કરાશે. જયારે ટ્રાફિક વાળા જુદા જુદા ૧૦ સ્થળોને પણ આ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવશે. આ સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ સિસ્ટમની એક ખાસ વિશેષતા એ રહેશે કે, તેમાં  ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નીશન) તેમજ RLVD (રેડ લાઈટ વાયોલેશન ડીટેકશન) ટેકનોલોજી ધરાવતા કેમેરા લગાવવામાં આવશે. આ ટેકનોલોજીની મદદથી નિયમ ભંગ કરનાર વ્યકિત માટે ઓટોમેટિક ઈ-ચલન જનરેટ થઇ શકે તેવી વ્યવસ્થા પણ કરી શકાશે. સીસીટીવી કેમેરા ૪૦૦ મી. દુરના વાહનોની નંબર પ્લેટ પણ આઈડેન્ટિફાય કરી શકે છે અને અન્ય સરકારી સંસ્થાઓ સાથેના ડેટા શેરિંગની મદદથી તેના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન સહિતની માહિતી ઓન ધ સ્પોટ ટીવી સ્ક્રીન પર ચમકી જાય છે.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ERP (એન્ટરપ્રીનીયર રિસોર્સ પ્લાનિંગ), TMS(ઓટોમેટિક ટિકિટ મેનેજમેન્ટ સિસ્ટમ) - AFCS  (ઓટોમેટિક ફેર કલેકશન સિસ્ટમ) અને GIS  (જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ) ના ફાયદા જણાવતા કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકામા વહીવટી રિફોર્મ્સ ક્ષેત્રે તેનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.

ERP (એન્ટરપ્રીનીયર રિસોર્સ પ્લાનિંગ)ના ફાયદાઓ

 તમામ પ્રોજેકટસનું અસરકારક સંકલન કરી શકાશે.

 મહાનગરપાલિકામા પેપરલેસ વહીવટી

 મહાનગરપાલિકાની તમામ સેવાઓની વિગતો આસાનીથી ઉપલબ્ધ

 મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓની ણ્ય્ ઈન્ફોર્મેશન ઓનલાઈન

 મહાનગરપાલિકા દ્વારા થતી તમામ ખરીદીઓ અને તંત્રની મિલકતોની માહિતી પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે.

TMS(ઓટોમેટિક ટિકિટ મેનેજમેન્ટ સિસ્ટમ) - AFCS  (ઓટોમેટિક ફેર કલેકશન સિસ્ટમ

 મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના શેડ્યુલિંગ અને ડિસ્પેચિંગ મેનેજમેન્ટ એકદમ સરળ બનતા આ સેવામાં સુધારો આવશે.

 ઓટોમેટિક ટિકેટિંગ સિસ્ટમથી મહાનગરપાલિકાની રેવન્યુ અને નફાકારકતામા પણ વૃદ્ઘિ થશે.

 બસની ઉપલબ્ધતા સહિતની તમામ માહિતી ઓનલાઈન થશે.

 બસ ડ્રાઈવરની વર્તણુંક ઉપર તંત્રની સતત નજર રહી શકશે.

 બસ સેવા માટેના કન્ટ્રોલ રૂમ તમામ બસ ડ્રાઈવરો સાથે લાઈવ કોન્ટેકટમા રહેશે. ડ્રાઈવરનો કોઇપણ સમયે સંપર્ક કરી શકાશે અને વિના વિલંબે તેને આવશ્યક સૂચના આપી શકાશે.

GIS (જિયોગ્રાફિક  ઈન્ફોર્મેશન સિસ્ટમ)

 મહાનગરપાલિકાને લોકેશન બેઇઝડ નિર્ણયો કરવામાં ખુબ જ સરળતા થશે. નિર્ણયો ઝડપથી કરી શકાશે.

 મિલકત વેરા માટેના સર્વે કરવામાં, એકયુરેટ પ્રોપર્ટી ટેકસ અને ટેકસના કલેકશનમાં ઉપયોગી થશે.

 શહેરના માર્ગોની નીચે રહેલી અન્ડરગ્રાઉન્ડ યુટીલીટીઝના ચોકસાઈપૂર્વકના મેપિંગથી ભૂગર્ભ સ્થિત પાઈપલાઈનો-કેબલ વગેરેની અત્યંત ઉપયોગી માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની શકશે.

 MIS વિગતો પરથી ભાવી આયોજન ઝડપભેર થઇ શકશે.

(4:22 pm IST)
  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST