Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આડેઘડ રસ્તા ખોદી નહી શકાય : બંછાનિધી

ગેસ લાઇન-ટેલીફોન કે વિજળીનાં કેબલ માટે મનફાવે તેમ રસ્તાનાં ખોદકામ નહી થઇ શકેઃ માર્ચ ર૦૧૮ સુધીનાં ખોદકામનું પ્લાનીંગ રજૂ કરી દેવા પરિપત્ર જારી કરતાં મ્યુ. કમિશ્નર

રાજકોટ, તા. ૧૪ :  શહેરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા આડે-ધડ રસ્તાઓ ખોદી નુકશાન આવતાં જબરૂ નુકશાન થાય છે અને લોકોને પણ મુશ્કેલી પડે છે. આથી મ્યુ. કમિશ્નર બંછાનિધિ આડે-ધડ રસ્તાનાં ખોદકામ સામે પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર જારી કર્યો છે.

આ અંગે મ્યુ. કમિશ્નર વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ ટેલિફોન/ઇલેકટ્રીક કેબલ, ગેસ પાઇપલાઇન વિગેરે નાખવા માટે જુદી-જુદી ટેલિફોન, વિજ, ગેસ કંપનીઓ વિગેરેને અત્રેથી આખા વર્ષ દરમિયાન સમયાંતરે નિયત ચાર્જ ભરપાઇ કરાવીને ખોદાણ કામની મંજુરી આપવામાં આવતી હોય છે. આ પ્રકારની પ્રથાને કારણે વારંવાર ખોદાણ કામથી શહેરના વિસ્તારોના ડામર/પેવર/સી.સી. થયેલા રસ્તાઓ તુટતા, રાજકોટ મહાનગરપાલિકાએ ફરી આવા રસ્તાઓને  સત્વરે રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવી પડતી હોય છે. આ પ્રકારની વ્યવસ્થામાં મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એક મહત્વપૂર્ણ ફેરફાર કરેલ છે, જેમાં હવે ગેસ પાઈપલાઈન, ઈલેકટ્રીસિટી અને ટેલીફોન કેબલ વગેરે બીછાવવા માટે વારંવાર રોડ ખોદી નહી શકાય. મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એક ખાસ પરિપત્ર દ્વારા રસ્તા ખોદાણ માટે એક ચોક્કસ સમયમર્યાદા સુનિશ્યિત કરી છે.મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, રસ્તાઓ અંગેની સમગ્ર બાબતને ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકાએ એક એકશન પ્લાન તૈયાર કરેલ છે, જે અંતર્ગત રસ્તાઓનું ડામર/પેવર/સી.સી. કામનું સુચારુ આયોજન થઇ શકે તે માટે શહેરી વિસ્તારમાં નાખવાના થતા અન્ડરગ્રાઉન્ડ ટેલિફોન/ઇલેકટ્રીક કેબલ, ગેસ પાઇપલાઇન વિગેરે માટે રસ્તા ખોદાણ કામની આપવાની થતી મંજુરી માટે આખા વર્ષનું પ્લાનીંગ (માર્ચ-૨૦૧૯ સુધીનું) વિસ્તારવાઇઝ ડીટેઇલ ડ્રોઇંગ સાથે જુદી-જુદી ટેલિફોન/ગેસ/વિજ કંપનીઓ પાસેથી તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં મેળવીને તે મુજબ જ અત્રેથી મંજુરીની પ્રક્રિયા હાથ ધરવા પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે.(૯.૧૦)

(4:20 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST