Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કાલે છેલ્લુ રોઝુ, છેલ્લો શુક્રવાર

શનિવારે ઇદ ઉજવણીના લીધે મુસ્લિમમો દ્વારા તૈયારીઓ :સદર ઇદગાહ તથા લાલપરી ઇદગાહે ૯- વાગ્યે નમાઝ થશે

રાજકોટ તા.૧૪: મુસ્લિમ સમાજમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસનો આવતી કાલે ૨૯મો રોઝો અને રમઝાન માસના પાંચ પૈકીનો છેલ્લો શુક્રવારનો દિવસ છે ત્યારે શુક્રવારની સાંજે આકાશમાં થનારા ચંદ્રદર્શન તરફ સોૈની મીટ રહી છે. અને શનિવારે થનારી ઇદ ઉજવણી માટે મુસ્લિમ સમાજમાં તૈયારીઓ ચાલી રહી છે.

શનિવારનાં રોજ રમજાન ઇદ અર્થાન ઇદુલ ફિત્રની નમાઝ સવારે ૯ વાગ્યે સદર ઇદગાહ (ઠક્કરબાપા રોડ) માં રાખવામાં આવેલ છે. જેની નમાઝ હાજી હાફીઝ અકરમખાં  પઢાવશે.

ત્યારબાદ સદર જુમા મસ્જીદમાં સવારે ૯-૧૫ વાગ્યે ઇદની નમાઝ હાફીઝ અમીનબાપુ પઢાવશે.

ઇદની નમાઝ ચાંદ દેખાયા પર અને સદર જુમા મસ્જીદની વ્હીશલ પર આધારિત રહેશે તેમ રફીકભાઇ દલવાણી પ્રમુખ અને મંત્રી હાજી ઇસ્માઇલભાઇ કુરેશીભાઇની યાદી જણાવે છે.

લાલપરી તળાવનાં કાંઠે આવેલ ગામધણી સરકાર હઝરત બા'દલશાહ પીરની દરગાહના  સાનિધ્યમાં પણ સવારે ૯ વાગ્યે ઇદની નમાઝ થશે તેમ અલ્તાફભાઇ ભટ્ટીની યાદીમાં જણાવે છે.

આ ઉપરાંત મસ્જીદે ગોૈસીયાહમાં (રઝાનગર) માં ૮:૩૦, મસ્જીદે ફાતેમાં (ઢેબર કોલોની) ૮:૩૦ તથા નવનિર્મિત મસ્જીદે નસીમ (અંકુર સોસાયટી) માં સવારે ૮ વાગ્યે ઇદની નમાઝ થશે.

એતેફાક (ઇબાદત)

માહે રમઝાન માસ ના પવિત્ર યાદગાર દિવસોમાં રમઝાન માસની ૨૧ તારીખ થી ૩૦ તારીખ સુધી બુખારી હાજી જુસબમીયા બાપુ એ. (ગેબી સરકાર ના ખાદીમ) તથા અશરફબાપુ એસ. (શરીફ ટેઇલર્સ) રજા નગર, તવક્કલ ચોક, મસ્જીદે ગોૈસીયાહમાં  એતેફાક કરવામાં આવે છે. તેમ એસ.એચ. બુખારી ની યાદીમાં જણાવે છે.

અહેમદશાહ પીરનો ઉર્ષ

હજરત અહેમદશાહપીરની દરગાહ (ચોૈધરી હાઇસ્કૂલ પાછળ) નો રમઝાન માસની ઇદના બીજે દિવસે ઉર્ષ શરીફ રાખવામાં આવેલ છે. હબીબભાઇ ગનીભાઇ કટારીયાના નિવાસ સ્થાને (સદર બજાર) થી શોળ સાથે જુલુસના રૂપમાં બપોરે ૪-૦૦ વાગ્યે નિકળી. હ.એહમદશાહપીરે પહોંચશે. ત્યારબાદ શોળ મઝાર પર ચડાવવામાં આવશે.

જુલુસમાં રફીકભાઇ દલવાણી, હાજી ઇસ્માઇલભાઇ કુરેશી, યુસુફભાઇ મકરાણી તેમજ અજીતભાઇ જુણેજા અને સદરના આગેવાનો સામેલ હશે.

ગુસલ માટે મુંજાવર ઇમરાન શાહમદાર તેમજ હાજી બસીરબાપુ બુખારી તેમજ રફીકબાપુ રજાકમીયા બુખારી સંદલ ચડાવશે. હિન્દુ-મુસ્લિમભાઇઓએ અચુક હાજરી આપવા યાદીમાં જણાવેલ છે.

(4:17 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST