News of Thursday, 14th June 2018

મેનીએકસ ડાન્સ એકેડેમીક દ્વારા રવિવારે ડાન્સનો વર્કશોપઃ અમરસિંહ નટ તાલીમ આપશે

રાજકોટઃ તા.૧૩, મેનીએકસ ડાન્સ એકેડેમી દ્વારા આગામી તા.૧૭ના રવિવારે બપોરે ૧૨ થી ૫ દરમ્યાન ગોંડલ રોડ ઉપર આવેલ હોટલ પંચવટી ખાતે ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ડાન્સ + ૩ ફેઇમ અમરદિપસિંહના યુવા ડાન્સરોને તાલીમ આપશે.

રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અલગ-અલગ રાજયોમાંથી  ડાન્સ શીખી રહેલા યુવાઓ ભાગ લેવાના હોવાનું આયોજકોએ જણાવ્યું હતુ અમરદિપસિંહે નટ કે જેઓ ડાન્સ + ૩ના વિનર છે. તેઓ ડાન્સરોને ટ્રેનિંગ આપશે. રજીસ્ટ્રેશન ફી ૭૦૦ રાખેલ છે.   આ  અંગેની  વધુ માહિતી માટે મેનીએકસ ડાન્સ એકેડેમીના આયોજકો વિવેક વાગડીયા મો. ૯૯૯૮૯ ૧૧૧૩૩, હર્ષ આહિયા મો.૯૯૭૯૪ ૯૫૬૯૭ અને મેહુલ ત્રિવેદીનો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪૦.૯)

(4:12 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST