Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

અનેકવિધ અભિયાનનો છેદ ઉડાવતી તસ્વીર !!

આમ તો સામાન્ય નજરે પડતી આ તસ્વીર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાની અનેકવિધ યોજનાઓ અને અભિયાનો માત્ર કાગળ ઉપર જ છે તેની ગવાહી આપે છે. આરંભે સૂરા મનપા તંત્ર રોડ - ડીવાઇડર તો ગમે ત્યાં બનાવી નાખે છે પરંતુ બાદમાં રંગરોગાન, મરમ્મત, સુશોભિત પ્લાન્ટેશન સહિતની બાબતો માત્ર કાગળ ઉપર જ રહી જાય છે તે નજરે પડે છે. રૈયા મેઇન રોડ પર આવેલ. આ રોડ ડીવાઇડર બિસ્માર હાલતમાં નજરે પડે છે. રંગબેરંગી ઝાડવાનું રોપણ તો ન થયું પરંતુ કચરો ઠાલવવાની કચરાપેટી બની ગયેલ નજરે પડે છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાનનું જાહેરમાં ચિરહરણ થયેલું નજરે પડે છે તો બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા ગૌમાતાનું જતન કરવાની ગુલબાંગો ખોટી સાબિત થઇ રહેલ નજરે પડે છે. ૩૩ કરોડ દેવતા જેમાં રહેલા છે અને સંવેદનશીલ રાજ્ય સરકારના રાજ્યમાં આ ગાયમાતા રોડ ડીવાઇડરમાં ફેંકાયેલ પ્લાસ્ટીકનો કચરો પેટમાં પધરાવી રહેલ નજરે પડે છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(4:11 pm IST)