Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ડ્રો પધ્ધતિથી પ્રવેશ અપાયો

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મધ્યમ વર્ગના તેજસ્વી બાળકો પણ  અંગ્રેજી માધ્યમની શાળામાં - શિક્ષણ મેળવે તે હેતુસર શહેરમાં ત્રણ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા ચલાવાય છે. જે પૈકી નર્સરીમાં શૈ. સત્ર ર૦૧૮-૧૯ માટે પારદર્શક પ્રવેશ પ્રક્રિયાના ભાગરૂપે આવેલ ૩૭૦ વાલી અરજી પૈકી બે શાળામાં નર્સરીમાં રપ-રપ -કુલ પ૦ બાળકોને ડ્રો પધ્ધતિથી મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ અપાયો હતો. આ શાળામાં કોઇ પ્રકારની ફી નથી. શાળામાં પુસ્તકો સહિતની વિનામૂલ્યે અપાય છે. શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં હોમી જહાંગીર ભાભા અંગ્રેજી શાળા, સાધુ વાસવાણી રોડ પર રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી શાળા તથા ગાયત્રીનગરમાં કવિ નર્મદ અંગ્રેજી શાળા કાર્યરત છે. આ ત્રણેય શાળામાં અંગ્રેજી માધ્યમનો શૈક્ષણીક સહયોગ JHP FOUNDATION  દ્વારા મળી રહ્યો છે.  પ્રવેશ ડ્રો કાર્યક્રમમાં ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયરશ્રી ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, ભુતપુર્વ ધારાસભ્ય ભાનુબેન બારીયા, ડેપ્યુ. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, જાણીતા શિક્ષવિદ અજયભાઇ પટેલ, પ્રદીપસિંહ ઝાલા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન અલ્કાબેન કામદાર, શહેર ભાજપ મહામંત્રી અને સભ્ય કિશોરભાઇ રાઠોડ, સમિતિ સદસ્યો મુકેશભાઇ મહેતા, ધિરજભાઇ મુંગરા, કિરણબેન માંકડીયા, ડો. ગૌરવીબેન ધ્રુવ, ભારતીબેન રાવલ, રહીમભાઇ સોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.  કાર્યક્રમ પારંભે સ્વાગત ઉદ્બોધન સદસ્ય કિશોરભાઇ રાઠોડે કર્યું હતું અને કાર્યક્રમ સમાપન આભારવિધી વાઇસ ચેરમેન અલ્કાબેન કામદારએ કરેલ જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા નં. ૯૬ના આચાર્યા શ્વેતાબેન જોષીએ કરેલ હતું. ડ્રો પ્રારંભે પારદર્શક પ્રવેશ પદ્ધતિ તથા અંગ્રેજી માધ્યમની શાળા વિષયક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે માહિતી આપી હતી. ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ પામેલા બાળકોને શુભેચ્છા પાઠવી હતી. મધ્યમ વર્ગના વાલીઓના સંતાનો પણ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તેવી સુવિધાની સરાહના કરી હતી.  કાર્યક્રમમાં કે.નિ. ડી.એન. ભુવાત્રા, ત્રણ ઝોનના યુ.આર.સી., સી.આર.સી. તથા આચાર્યો, શિક્ષકો, વાલીગણ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ પામેલા બાળકોના વાલીઓએ શિક્ષણ સમિતિના આ પ્રોજેકટની સરાહના કરી હતી.

(4:08 pm IST)