Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વનભોજન- ટીફીન બેઠક

 રાજકોટઃ ભાજપ મહિલા મોરચા દ્વારા પવિત્ર પૂરૂષોત્તમ માસ નિમિતે શ્રીજી ગૌશાળા, ન્યારા ખાતે વનભોજન તેમજ ટીફીનબેઠકનું આયોજન કરવામાં આવેલ. તે અંતર્ગત શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વનભોજન, ટીફીનબેઠક સહીતના કાર્યક્રમ યોજાયેલ તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મેયર ડો.જૈમન ઉપાધ્યાય, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડીયાના નેતૃત્વમાં તેમજ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બાળીયા, કંચનબેન સિધ્ધપુરા, જ્યોત્સનાબેન હળવદીયા, કલ્પનાબેન કિયાડા, ડો.દર્શીતાબેન શાહ, કાશ્મીરાબેન નથવાણી, રૂપાબેન શીલુની ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નયનાબેન પેઢડીયા કર્યુ હતું.

(4:06 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST