Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સોનમ કલોકસનો ઈસ્યુ ખુલ્યોઃ સમારંભ

રાજકોટ : મોરબી સ્થિત સોનમ કલોકસ લિમિટેડ પ્રતિ શેર રૂ.૩૬ અને ફેસ વેલ્યુ રૂ.૧૦ના ભાવે ૨૮,૦૮,૦૦૦ ઈકિવટી શેરના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફર) સાથે આવી હતી. આ ઈસ્યુ તા.૧ જૂનના ખુલ્યો હતો અને તા.૬ જૂનના પૂરો થયો. કંપની નેશનલ સ્ટોક એક્ષચેન્જ (એનએસઈ) ઈમર્જ પર રૂ.૩૭ના ભાવે લીસ્ટ થઈ છે. સોનમ કલોકસ લિમિટેડની આ સફળ લિસ્ટિંગ પર રાજકોટમાં એક સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં એડીશ્નલ ડેપ્યુટી કલેકટર - શ્રી હર્ષદ વોરા, ડેપ્યુટી મેયર - શ્રીમતી દર્શિતા શાહ, કંપનીના ચીફ એકિઝકયુટીવ ઓફીસર અને ચીફ મેનેજીંગ ડીરેકટર શ્રી જયેશ શાહ, કંપનીના ડીરેકટર શ્રી ગૌરવ જૈન, એનએસઈના ચીફ મેનેજર શ્રી જયેશ તાઓરી અને એનએસઈના મેનેજર શ્રી ચેતન વ્યાસ ઉપસ્થિત હતા. કંપનીના ઈસ્યુ લીડ મેનેજર હેમ સેકયુરીટીસ લિમિટેડ છે. સોનલ કલોકસ લિમિટેડ મોરબી સ્થિત છે અને તે ભારતના ટોચના ૩ ઘડિયાલ ઉત્પાદકો પૈકી એક છે. કંપની વિવિધ પ્રકારના ઘડિયાળ કલોક, કંપનીના ઉત્પાદનો ભારતભરમાં જોવા મળે છે. સાથે તે ૨૭ દેશોમાં પોતાની ઘડિયાળનો નિકાસ કરે છે.(૩૭.૧૦)

(4:06 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST