Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

રાજકોટની ૧૦૦ કરોડની જમીનના પ્રેમીબેનના પરીવારે કેરોસીન છાંટયુ...

નવી કલેકટર કચેરી ખાતે પોલીસના ધાડેધાડાની હાજરીમાં બનેલી ઘટનાઃ કલેકટર કચેરીના અધીકારીઓએ ખોટી રીતે બીનખેતી કર્યાની રાવ : પોલીસે તુર્તજ ઝડપી લેતા ગંભીર ઘટના ન બનીઃ પ્રેમીબેન તથા તેના પતિ અને બે પૂત્રો સહિત ૪ ની અટકાયત

૧૦૦ કરોડની જમીનના મામલે કલેકટર કચેરીમાં પ્રેમીબેન સહિતે ત્રણે કેરોસીન છાંટયુ... : રાજકોટની ૧૦૦ કરોડની જમીન ખોટી રીતે બીન ખેતી કરી નખાઇ છે, તેવા આક્ષેપો સાથે કલેકટર કચેરીમાં પ્રેમીબેન પરસાણા અને પીતા-પુત્રે શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, પ્રથમ તસ્વીરમાં ઝપાઝપી બાદ પોલીસે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર પીતા-પૂત્રને ઝડપી લીધા તે નજરે પડે છે, બીજી તસ્વીરમાં કેરોસીનથી લથપ્રથ પ્રેમીબેનની મહિલા પોલીસે અટકાયત કરી હતી, અને માથે ઠંડા પાણીની બોટલ રેડી કેરોસીન સાફ કરવા પ્રયાસ કર્યો તે જણાય છે, ત્રીજી નીચેની તસ્વીરમાં અટકાયતીને લઇ જતી પોલીસ અને છેલ્લી તસ્વીરમાં પોલીસનો સઘન બંદોબસ્ત નજરે પડે છ.ે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪ : અહિના કુવાડવા રોડ-માટેલકૃપા-નાગબાઇ પાનની સામે શિવશકિત પાર્ક-૮૦ ફુટ રોડ ઉપર રહેતા પ્રેમીબેન પરસાણા નાથા લીંબા પરસાણા તથા બે પૂત્રો અજય-ભાવેશે આજે સવારે કલેકટર કચેરી ખાતે રાજકોટના રેવન્યુ સર્વે નં.૧૮૦ પૈકી ૬ તથા ૧૮૧ પૈકી ૧ ની ખેતીની જમીન ખોટી રીતે બીનખેતી કરાયાની અને પોતાનો હક જતો કરી દીધો છે. તથા કલેકટર કચેરીના લાંચીયા અધિકારીઓનો ત્રાસ છે તેવો આક્ષેપ કરી શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો કલેકટર કચેરીના જામટાવર સામેના દરવાજે તથા કલેકટર કચેરીના એેન્ટ્રેસ-ડોરના દરવાજા સામે પ્રયાસ કરતા ભારે દોડધામ મચી ગઇ હતી.

જો, કે પ્રેમીબેને પોતે આત્મવિલોપન કરશે તેવી અગાઉ બે દિ' પહેલા જાહેરાત કરી હોય, સવારથી જ કલેકટર કચેરી ફરતે અંદર બહાર-એમ્બ્યુલન્સ-ફાયર બ્રિગેડ સહિતનો અને મહીલા પોલીસનો જબરો કાફલો-બંદોબસ્ત ચારેબાજુ ગોઠવી દેવાતા કોઇ ગંભીર ઘટના બની ન હતી, પ્રેમીબેન અને પીતા-પૂત્ર સાથે પોલીસને સામાન્ય ઝપાઝપી થઇ હતી. ત્રણેયે કેરોસીન છાંટયું હોય તાકિદે સીવીલ હોસ્પીટલ લઇ જવાયા હતા, પોલીસે ત્રણેયની અટકાયત કરી લીધી હતી.

આત્મ વિલોપન પાછળ એવું કારણ આપ્યું હતું કે, અમો રાજકોટના રે.સ.નં. ૧૮૦ પૈકી ૬ તથા ૧૮૧ પૈકી ૧ ની ખેતીની જમીન અમારા સંયુકત નામે આવેલ હતી. જે જમીન માંથી અમારા ભાઇઓ મુળજીભાઇ ટપુભાઇ પરસાણા, ધીરૂભાઇ ટપુભાઇ પરસાણા, હરીભાઇ ટપુભાઇ પરસાણા તથા તેમના દીકરાઓએ મળીને ઉપર જણાવેલ જ મીનમાંથી અમારા બોગસ અંગુઠાઓ કરી અને અમારો હકક જતો કરી દીધેલ છે. જે અંગે અમોએ અમારો હકક મેળવવા માટે કોર્ટમાં દાવો કરેલ છે.

(ર) જે દાવો ચાલુ છે તે દરમ્યાન ઉપરોકત જણાવેલ અમારા ભાઇઓએ ખેતીની જમીન બીનખેતીમાં ફેરવવા રાજકોટના કલેકટરને અરજી કરેલ હતી જેમાં અમોએ વાંધો રજુ કરેલ હતો. જેથી તે સમયના કલેકટરે એન.એ.લે.રે.કો.ક. ૬પ કેસ નં. ૪૪૮/૧પ-૧૬ તા. ૧પ-૦૬-ર૦૧૬ થી અરજી સુચીત સોસાયટીમાં હયાત બાંધકામ હોય, રેવન્યુ રેકર્ડ તથા ટી.પી. મુજબ રેકર્ડમાં વિસંગતતા હોય, તથા સીવીલ કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તથા જમીનમાં બાંધકામને નડતર વૃક્ષો હોય જેવા કારણસર અરજી અગ્રાહય કરેલ હતી.

(૩) ત્યારબાદ ફરીથી જમીનને બીનખેતીમાં ફેરવી આપવા અરજી કરેલ હતી તે પણ જે તે સમયના કલેકટરે એન.એ.લે.રે.કો.ક.૬પ કેસ નં. ૧૪૩/૧૬-૧૭ થી અરજી અગ્રાહય રાખેલ હતી આમ બે-બે વાર બીનખેતીની અરજી અગ્રાહય રાખેલ હોવા છતાં હાલના અધીકારી દ્વારા ઉપરોકત જમીનની બજાર કીંમત અંદાજે ૧૦૦ કરોડ રૂપીયા થોતી હોય બીનખેતીમાં ફેરવી આપવા ખુબજ મોટી લાંચ મળેલ હોય જેની યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેકના પગ તળે રેલો આવે તેમ છે. હાલની અરજી અંગે અમોએ ફરી વાર વાંધો રજુ કરેલ હોવા છતાં અમો સામાન્ય બાઇમાણસના વાંધાને અવગણીને બીનખેતી કરી આપવા નિર્ણય કરેલ છે.

(૪) જેથી અમો સામાન્ય માણસને પણ હાલના અધીકારીઓ જવાબ આપતા ન હોય અમોને અવગણતા હોય જેથી તેમના ત્રાસથી તા. ૧૪-૦૬-ર૦૧૮ના રોજ બપોરે બાર વાગ્યે કલેકટર કચેરી ખાતે અમો આત્મ વિલોપન કરશું જેની તમામ જવાબદારી સરકારની રહેશે. સવારે ૧૧ વાગ્યે આત્મવિલોપનનો પ્રાયસ કર્યો હતો, પરંતુ પોલીસ હાજર હોય, અગમચેતી રૂપે તુર્તજ ચારેયની ૧પ૧ ની કલમ મુજબ અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST