Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

૨૬ લાખની આંગડિયા લૂંટનો સુત્રધાર શાહરૂખ ઉર્ફ ઝેરી મુંબઇથી પકડાયો

મુળ રાજુલાનો હાલ જંગલેશ્વરમાં રહેતો રિક્ષાચાલક શાહરૂખે રાજુલાના ત્રણ સાગ્રીતો સાથે મળી ૨૩ એપ્રિલે લૂંટ કરી'તી :ક્રાઇમ બ્રાંચે દબોચ્યોઃ અગાઉ ભાવેશ ઉર્ફ ભુરો, મુસ્તાક અને ઝુબેર ઉર્ફ મહમદ પકડાયા'તા અને તમામ મુદ્દામાલ રિકવર થયો હતો

રાજકોટ તા. ૧: બે મહિના પહેલા  ૨૩ એપ્રિલની રાત્રે દસેક વાગ્યે શાસ્ત્રી મેદાન પાસે સોરઠીયા વાડી ચોકની અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી સુરતના બાબુજી ઘેમલજી વાઘેલા (ઠાકુર) (ઉ.૪૯)ને ગરદન પાછળ પાઇપ ફટકારી પછાડી દઇ તેની પાસેથી  રોકડ, ડાયમંડ, સોનાના રૂા. ૨૫,૯૩,૯૦૦ના દાગીનાના ૩૫ પાર્સલ ભરેલો થેલાની લૂંટ થઇ હતી. આ ગુનાનો ભેદ અગાઉ ક્રાઇમ બ્રાંચે ઉકેલી ત્રણ શખ્સને પકડ્યા હતાં અને તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રધાર મુળ રાજુલાનો હાલ જંગલેશ્વરમાં રહેતો રિક્ષાચાલક શાહરૂખ ઉર્ફ ઝેરી ફારૂખભાઇ શાખાણી (ઘાંચી) (ઉ.૨૪)ને ક્રાઇમ બ્રાંચે મુંબઇથી પકડી લીધો છે.

અગાઉ પોલીસે રાજુલાના બે શખ્સો ભાવેશ ઉર્ફ ભુરો ધનજીભાઇ સરવૈયા (મોચી) (ઉ.૨૪) અને મુસ્તાક ઉર્ફ મુસો મહમદભાઇ પાયક (ઘાંચી) (ઉ.૨૧)ને દબોચી લીધા હતાં. ત્યારે આ લૂંટમાં સુત્રધાર તરીકે રાજુલાના શાહરૂખનું નામ ખુલ્યું હતું. શાહરૂખની શોધખોળ થઇ રહી હતી ત્યારે ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સામતભાઇ ગઢવી અને જગમાલભાઇ ખટાણાને ચોક્કસ બાતમી મળી હતી કે શાહરૂખ મુંબઇમાં છુપાયો છે. તેના આધારે ટૂકડી ત્યાં પહોંચી હતી અને તેને પકડી લીધો હતો.

 અગાઉ ત્રણ આરોપી પકડાયા ત્યારે લૂંટેલો તમામ મુદ્દામાલ રૂા. ૨૬,૫૩,૯૦૦નો કબ્જે કરાયો હતો. જેમાં રિયલ ડાયમંડ તથા સોનાના દાગીના રૂા. ૨૫,૯૦,૦૦૦ના, રોકડા રૂા. ૩૯૦૦ તથા મોબાઇલ ફોન તથા બે બાઇક જીજે૧૪એએચ-૮૪૮૪ તથા જીજે૭એએલ-૬૧૮૪ પણ જપ્ત થયા છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી બી. બી. રાઠોડ સહિતની રાહબરી અને પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના અંતર્ગત પીએસઆઇ આર. સી. કાનમીયા, એચ. બી. ધાંધલ્યા, સામતભાઇ, જગમાલભાઇ, યોગીરાજસિંહ જાડેજા, સંજયભાઇ કુમારખાણીયા, હિતેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા, હરદેવસિંહ, મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, જયસુખભાઇ હુંબલ, શોકતભાઇ, સંજયભાઇ રૂપાપરા, રવિરાજસિંહ પરમાર, સ્નેહ ભાદરકા સહિતના સ્ટાફની ત્રણ ટીમો બનાવી શાહરૂખને પકડી લેવાયો છે. તેણે કરોડો રૂપિયા લૂંટથી મેળવવાની યોજના બનાવી તેને અંજામ આપ્યો હતો. પણ પોલીસે લૂંટના અઠવાડીયામાં જ ભેદ ઉકેલી નાંખ્યો હતો.

(3:09 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST