Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

રામનાથપરા-શિવધારા અને સહજાનંદ ઇન્ડસ્ટ્રીમાં જૂગારના ત્રણ દરોડાઃ ૭૪ હજાર સાથે ૧૨ પકડાયા

એ-ડિવીઝન પોલીસનો એક અને આજીડેમ પોલીસના બે સ્થળે દરોડા

રાજકોટ તા. ૧૪: રામનાથપરામાં એ-ડિવીઝન પોલીસે મકાનમાં દરોડો પાડી ચાર શખ્સોને તથા શિવધારામાં આજીડેમ પોલીસે એમ મકાનમાં દરોડો પાડી ત્રણ શખ્સોને તથા કિશાન ગોૈશાળા પાસે પટમાં દરોડો પાડી જાહેરમાં તિનપત્તી રમતાં પાંચ શખ્સોને પકડી લઇ કુલ રૂ. ૭૪૩૦૦ની  રોકડ કબ્જે લીધી હતી.

એ-ડિવીઝન પોલીસે રામનાથપરા-૧૮માં બરફના કાખાના પાસે રહેતાં મુકેશ લક્ષ્મીદાસ કોટક (ઉ.૫૨)ના ભાડાના મકાનમાં દરોડો પાડી તેને તથા રમેશ નાગરભાઇ આડેસરા (ઉ.૬૧-રહે. સુભાષનગર-૧, હરિ ધવા રોડ), મોહન ભવાનભાઇ રાઠોડ (ઉ.૫૨-રહે. રામનાથપરા-૧૧, હાલ પટેલનગર-૨) તથા કિશોર દલસુખભાઇ પીઠડીયા (ઉ.૩૭-રહે. હાથીખાના-૭)ની ધરપકડ કરી કરી ગંજીપાના તથા રૂ. ૨૨૩૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં એએસઆઇ એસ.એન. જાડેજા, ભરતસિંહ ગોહિલ, ભાવેશભાઇ વસવેલીયા, ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, શૈલેષભાઇ ખીહડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતે દરોડો પાડ્યો હતો.

આજીડેમ પોલીસે શિવધારા સોાસયટી-૩માં એક મકાનમાં દરોડો પાડી ત્રણ શખ્સોને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૭૭૦૦ની રોકડ કબ્જે લીધી હતી. પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ વી. સી. વાઘેલા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, કોન્સ. જયદિપસિંહ, પરેશભાઇ સાંગાણી, શૈલેષભાઇ સહિતે શિવધારા-૩માં રહેતાં ગોૈતમ વિનુભાઇ લીંગડીયા (ઉ.૨૦)ના ઘરમાં દરોડો પાડી તેને તથા રતિગીરી મોજગીરી ગોસાઇ (ઉ.૫૨-રહે. ઉમીયા ચોક, જલજીત સોસાયટી) તથા કિશોર કલાભાઇ મુછડીયા (ઉ.૪૧-રહે. મેઘાણીનગર-૧)ને પકડી લઇ રૂ. ૨૭૭૦૦ની મત્તા કબ્જે લીધી હતી.

ઉપરોકત ટીમે બીજો દરોડો કિશાન ગોૈશાળા નજીક સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં. ૫માં પાડી જાહેરમાં જૂગાર રમવા બેઠેલા સંજય ગોરધનભાઇ સરવૈયા (ઉ.૨૨-રહે. સહજાનંદ સોસાયટી), મહેન્દ્ર ધરમશીભાઇ સાવકીયા (ઉ.૪૮-રહે. મેહુલનગર-૫), જેન્તી રાજાભાઇ જાદવ (ઉ.૩૭-રહે. રામ પાર્ક-૫), હેમત માવજીભાઇ ચોૈહાણ (ઉ.૩૨-રહે. આજીડેમ ચોકડી માનસરોવર-૨) તથા અવધીશ સંતોષકુમાર શર્મા (ઉ.૨૯-રહે. મોતીબાગ, સંત કબીર રોડ)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૨૪૩૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

વરલી રમતાં વેલનાથપરાનો ભૂપત મકવાણા પકડાયો

બી-ડિવીઝનના પીએસઆઇ એમ. એમ. ઝાલા, કોન્સ. પ્રકાશભાઇ ખાંભરા સહિતે મોરબી રોડ બેડી ચકોડી પાસે પાનની કેબીન નજીક વરલીનો જૂગાર રમી રહેલા ભૂપત ખેંગારભાઇ મકવાણા (ઉ.૩૬-રહે. વેલનાથપરા-૧)ને પકડી લઇ રૂ. ૪૦૧૫ રોકડા, ફોન , બોલપેન, ચિઠ્ઠી મળી કુલ ૫૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(12:38 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST