Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

શાસ્ત્રી મેદાનમાંથી ગોંડલ ડેપોના એસટી ડ્રાઇવરની દારૂ સાથે ધરપકડ

દાહોદ-ગોંડલ રૂટની બસના ચાલક રાજેશ ડાભી સામે ગુનો

રાજકોટ તા. ૧૪: શાસ્ત્રી મેદાનમાં દાહોદના રાજચરખડીથી ગોંડલ રૂટની એસ. ટી. બસના ચાલક ગોંડલ ડેપોના રાજેશભાઇ શામજીભાઇ ડાભી (ઉ.૪૮-રહે. ૧૫૦ રીંગ રોડ, સોમનાથ સોસાયટી-૨)ને રૂ. ૧૩૦૦ના દારૂના ૧૩ ચપલા સાથે પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી છે.

એસ. ટી.ના વિભાગીય સુરક્ષા નિરીક્ષક અજયરાજસિંહ ચંદ્રસિંહ ચુડાસમા મોડી રાત્રે ફરજ પર હતાં ત્યારે રાજચરખડી-ગોંડલ રૂટની બસ આવતાં તેના ચાલક રાજેશભાઇ ડાભી પાસે શંકાસ્પદ થેલો દેખાતાં તપાસ કરતાં અંદરથી દારૂના ૧૩ ચપલા મળતાં કાર્યવાહી કરી એ-ડિવીઝનમાં ગુનો દાખલ કરાવાયો હતો. પીએસઆઇ બી. બી. કોડીયાતર અને સાજીદભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પીવા માટે પોતે આ ચપલા લાવ્યાનું તેણે રટણ કર્યુ હતું.

(12:37 pm IST)
  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST