Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મોટા મવાના માજી સરપંચચંદુ પરસાણાની ૧૫ હજારના વિદેશી દારૂ સાથે ધરપકડ

તાલુકા પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડની ઓરડીમાં દરોડો પાડ્યો

રાજકોટ તા. ૧૪: મોટા મવાના માજી સરપંચ કોન્ટ્રાકટર લેઉવા પટેલ પ્રોૈઢની ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી તેની વાડીની ખરાબાની ઓરડીમાંથી તાલુકા પોલીસે રૂ. ૧૫૨૦૦ના વિદેશી દારૂ સાથે ધરપકડ કરી છે.

તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ ડામોર, નગીનભાઇ ડાંગર, અશોકભાઇ ડાંગર, હરદેવસિંહ, ભુપેશભાઇ, અરજણભાઇ ઓડેદરા, રાહુલ ગોહેલ, હીરેનભાઇ આહિર, વી.એમ. જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માહિતી મળી હતી કે મોટા મવાના રામજી મંદિર પાસે રહેતાં માજી સરપંચ ચંદુ નારણભાઇ પરસાણા (ઉ.૫૦)એ પોતાની ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ ઠાકર હોટેલ પાસે આવેલી વાડીની ખરાબાની ઓરડીમાં દારૂ છુપાવ્યો છે. તેના આધારે તપાસ થતાં રૂ. ૧૫૨૦૦નો ૩૮ બોટલ દારૂ મળતાં માજી સરપંચની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:35 pm IST)