Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

બી.જે.પી.રેડીફોર 'ઓપરેશન': રાજકોટ સહિતની તાલુકા-જિલ્લા પંચાયત ટાર્ગેટ

હવેનું અઠવાડિયુ રાજકીય ભાંગફોડનું: લોકસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં બળવા કરાવવા 'વિવિધ' પ્રકારની તૈયારી

રાજકોટ તા. ૧૪ : તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂરી થઇ જતા પસંદગી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે તાલુકા-જિલ્લા પંચાયતોમાં તા. ર૦ અને તેની આસપાસ નવા સુકાનીઓની ચૂંટણી યોજવા માટે કાર્યક્રમ જાહેર થયો છે. રાજયની મોટાભાગની પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે. ૧૦ મહિના પછી લોકસભાની ચૂંટણી આવી રહી છે તેથી ચુંટણી પહેલા જ કોંગ્રેસને લપડાક આપવા માટે ઓપરેશનની તૈયારી કર્યાના વાવડ છે. તોડફોડ માટેની યાદીમાં રાજકોટ જિલ્લા પંચાયત મોખરે હોવાનું કહેવાય છે જો કે રાજકોટમાં ભાજપ પાસે માત્ર બે જ સભ્યો હોવાથી સત્તાપલ્ટો કરાવવો બહુ અઘરો છે.

રાજયમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ર૦૧પ ની ચૂંટણીમાં તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાંભાજપનું ધોવાણ થઇ ગયેલ. ભાજપની સરકારે વિકાસ કામોમાં વિધ્ન સર્જયાની કોંગી શાસકોની લાંબા સમયની ફરીયાદ રહી છે.

અઢી વર્ષની મુદત પૂરી થતા જુદી-જુદી તાલુકા-જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસમાં બળવો કરાવવા માટ ભાજપે પ્રયાસો આદર્યા છ.ે

બીજી તરફ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ માટે મથી રહી છે.ે જયા કોંગ્રેસને પાડી દેવાની સંભાવના હોય ત્યાં જરૂરીયાત મુજબના નિર્ણયો લેવાની ભાજપે તૈયારી રાખી છ.ે  અમૂક પંચાયતોમાં ભાજપ સફળ થાય તેવી સંભાવના છે.(૬.૧૨)

(11:58 am IST)