Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

જંગલેશ્વરમાં નગ્માને પરિચીત પડોશી યુવાન જાફરે પાટુ માર્યુ

રાજકોટ તા. ૧૪: જંગલેશ્વર આંબેડકરનગર-૬માં રહેતી નગ્મા હુશેનભાઇ મીર (ઉ.૨૧)ને તેની બાજુમાં જ રહેતાં જાફર જીકરભાઇ મીરે પાટુ મારી દેતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

નગ્માના માતા શરીફાબેનના કહેવા મુજબ નગ્મા અને જાફર વચ્ચે પાંચેક માસથી પરિચય છે. જાફરે તેના ઘરનું કામ કરવાનું કહેતાં નગ્માએ ના પાડતાં તેણે ગુસ્સે થઇને માર માર્યો હતો.

ઝઘડતા પડોશીને સમજાવવા જતાં રોશનબેન પર પથ્થરાનો ઘા થયો

બીજા બનાવમાં કેસરી પુલ પાસે ખોડિયારપરા-૧માં રહેતાં રોશનબેન હુશેનભાઇ શાહમદાર (ઉ.૪૬) પડોશમાં રહેતાં ભૈયા યુવાન સાથે જયલો નામનો શખ્સ  ઝઘડો કરતો હોઇ પોતે સમજાવવા જતાં જયલાએ પથ્થરનો ઘા કરતાં મોઢા પર ઇજા થતાં સિવિલમાં દાખલ થતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. (૧૪.૫)

(10:03 am IST)
  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST