Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

રતનપરમાં મયુરસિંહ ઝાલાની વાડીમાં દરોડોઃ મકાનમાંથી ૪૦ બોટલ દારૂ મળ્યો

કુવાડવા પોલીસ મથકના કૃષ્ણદેવસિંહ જાડેજા અને મનિષ ચાવડાની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૧૪: કુવાડવા પોલીસે રતનપર ગામે દરોડો પાડી દરબાર શખ્સને રૂ. ૧૨ હજારના વિદેશી દારૂ સાથે પકડી લીધો હતો.

પી.આઇ. એ.આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ ઝાલા, એએસઆઇ આર. કે. ડાંગર, કોન્સ. કૃષ્ણદેવસિંહ જાડેજા, મનિષભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, હિતેષભાઇ માલકીયા સહિતનો સ્ટાફ પ્રોહીબીશન ડ્રાઇવમાં હતો ત્યારે કૃષ્ણદેવસિંહ અને મનિષભાઇને બાતમી મળી હતી કે રતનપરમાં રહેતાં મયુરસિંહ નિર્મળસિંહ ઝાલા (ઉ.૩૨)ની રતનપર જાળીયા ગામે આવેલી વાડીના મકાનમાં ઇંગ્લીશ દારૂ છુપાવ્યો છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં મયુરસિંહ મળી આવ્યો હતો. મકાનમાં તપાસ કરતાં રૂ. ૧૨૦૦૦નો ૪૦ બોટલ દારૂ મળતાં કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. (૧૪.૫)

 

(10:02 am IST)
  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST