Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

૧૮૦૦ મહેસુલી તલાટીઓની ભરતી થશેઃ ઓગસ્ટ સુધીમાં અરજી મંગાવાશે

ર૦૧૬ માં ર૪૪૩ જગ્યાઓ માટે ૮ લાખ ઉમેદવારો નોંધાયેલાઃ ૩૩ ટકા જગ્યાઓ મહિલા અનામતઃ પ્રથમ પ વર્ષ ફીકસ પગાર

રાજકોટ, તા. ૧૩ :. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા બજેટમા જાહેર કર્યા મુજબ ૧૮૦૦ મહેસુલી તલાટીઓની ભરતી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓગષ્ટ સુધીમાં સરકાર જાહેરાત પ્રસિદ્ધ કરી અરજીઓ મંગાવવા માગે છે. ૨૦૧૬માં મહેસુલી તલાટીઓની ૨૪૪૩ જગ્યાઓ માટે ૮ લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. આ વખતે ૨૦૧૮માં ૧૮૦૦ તલાટીઓની તથા આવતા વર્ષે ૨૦૧૯માં બીજા ૧૮૦૦ તલાટીઓની ભરતી માટે પ્રક્રિયા થનાર છે.

મહેસુલી તલાટી બનવા માટે ધો. ૧૨ પાસની શૈક્ષણિક લાયકાત જરૂરી ગણાશે. કુલ ૧૮૦૦ જગ્યાઓ પૈકી ૩૩ ટકા જગ્યાઓ બહેનો માટે અનામત રહેશે. હાલ કઈ જાતિની કેટલી બેઠકો રાખવી ? તેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. આવતા બે થી ત્રણ મહિનામાં સરકાર ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી અરજીઓ મંગાવશે, ત્યાર બાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. તલાટી તરીકે પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ રૂ. ૧૯૮૦૦ જેટલો ફીકસ પગાર મળશે. ત્યાર બાદ રેગ્યુલર કર્મચારીની જેમ પગાર અને ભથ્થા મળવા પાત્ર થશે. રાજ્યમાં શિક્ષિક બેરોજગારોનું પ્રમાણ ખૂબ મોટુ હોવાથી મહેસુલી તલાટીની ૧૮૦૦ જગ્યાઓ માટે લાખોની સંખ્યામાં ઉમેદવારો થવાની ધારણા છે.(૨-૨૧)

(3:46 pm IST)