Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ભાવનગર રોડ ઉપર આવેલ આઈટીઆઈ કચેરી બંધ થતા લર્નીંગ લાયસન્સની કામગીરી ઠપ્પ : અરજદારોમાં મચી ગયેલો દેકારો

એવીપીટી ખાતે પણ ભારે ધસારો : અવાર-નવાર સર્વર ઠપ્પ થવાની ફરીયાદો : આરટીઓને વિસ્તૃત રજૂઆત

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ શહેરમાં આરટીઓ કચેરી દ્વારા લર્નીંગ લાયસન્સ કઢાવવા અંગે ભાવનગર રોડ ઉપર આવેલ આઈટીઆઇ કચેરી અને ટાગોર રોડ ઉપર આવેલ એવીપીટી કચેરી ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તાજેતરમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવતા ભાવનગર રોડ ઉપરની આઈટીઆઇ કચેરીમાં છેલ્લા ૮-૧૦ દિવસથી લર્નીંગ લાયસન્સની કામગીરી ઠપ્પ થઈ જતા રોજના ૫૦૦ જેટલા લર્નીંગ લાયસન્સ નીકળવાનું બંધ થતાં અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો છે. આ બાબતે આરટીઓ શ્રી લાઠીયાને પણ રજૂઆતો કરવામાં આવી છે.

દરમિયાન એવીપીટી ખાતે પણ ભારે ધસારો રહેતો હોય અને અનેક વખત સર્વર ઠપ્પ તથા કામગીરી બંધ થવાને કારણે અરજદારોને ભારે ધક્કા થઈ રહ્યાનું સૂત્રોએ જણાવ્યુ હતું. આ બાબતે આરટીઓ તંત્ર દ્વારા ઉપરોકત બંને સ્થળે તાકીદે કાર્યવાહી કરાય તેવી અરજદારો અને એજન્ટો મારફત માંગણી કરવામાં આવી છે.

(3:43 pm IST)