Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વિદ્યાર્થી હિતમાં સરકારના નિર્ણયને આશીર્વાદરૂપ ગણાવતા ચેતન રામાણી

રાજકોટ તા. ૧૪ : કોરોનાની પરિસ્થિતિમાં છેલ્લા એક દોઢ વર્ષથી શાળાઓ બંધ હોવાના કારણે બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકયા નથી. તેવા સંજોગોમાં રાજયમાં ૧૦ માં ધોરણમાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા સરકારે કરેલ નિર્ણયને પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને સૌરાષ્ટ્રના ખેડુત આગેવાન ચેતન રામાણીએ આશીર્વાદરૂપ ગણાવ્યો છે.

સાથો સાથ સંવેદનશીલ સરકારે મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ પર કોરોના સારવારમાં રૂ.૫ હજાર સધીનો ખર્ચ ફાળવવાનો નિર્ણય તેમજ કોરોના સંક્રમણથી માતા પિતા ગુમાવનાર અનાથ નિરાધાર બાળકોને માસીક રૂ.૪ હજાર સહાય કરવાનો નિર્ણય પણ અભિનંદનીય હોવાનું ચેતન રામાણીએ જણાવેલ છે.

(1:06 pm IST)