Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સાંજ સુધીમાં ૩પ૦૦ અને કાલ સુધીમાં ૬ાાથી ૭ હજાર કારખાના શરૂ થઇ જશેઃ વેપારીઓ માટે ચેમ્બર કાર્યવાહી કરી રહ્યુ છેઃ ૭ર કલાક આપો

રાજકોટ માટે ૧૪ તારીખથી સ્પે.ઉદ્યોગ માટે જાહેરાત સંદર્ભે ચેમ્બર-તમામ એસો. વિજયભાઇનો આભાર માને છે...

રાજકોટ તા. ૧૪ :.. રાજય સરકારે શહેરી વિસ્તારના કારખાનાઓ આજથી શરૂ કરવાની મંજૂરી આપતા કલેકટર તંત્રની વ્યવસ્થા મુજબ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજ સાંજ સુધીમાં ૩પ૦૦ જેટલાં કારખાનાઓન મંજૂરી અપાઇ છે. અને કાલ સુધીમાં ૬ થી ૭ હજાર કારખાના ચાલુ થશે.

જયારે વેપારીઓની દુકાનો પણ વહેલી તકે ખોલાવી શકાય તેવા પ્રયત્નો ચેમ્બર દ્વારા થઇ રહ્યાનું ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વી. પી. વૈષ્ણવ જણાવ્યું હતું.

શ્રી વૈષ્ણવે અકિલાને જણાવ્યું હતું કે રાજય સરકારની મંજુરી બાદ કલેકટર રૈમ્યા મોહને કરેલી વ્યવસ્થા મુજબ ચેમ્બર ઓફ કોમર્સની કચેરીએથી વિવિધ કારખાનાઓનાં એસો.ને તેમજ અસંગઠીત કારખાનેદારોને સવારથી મંજૂરી આપવાનું શરૂ કરાયુ હતું. અને બપોર સુધીમાં ૩પ૦૦ કારખાનેદારોને પરવાનગી આપી દેવાયેલ જયારે કાલ સુધીમાં ૬ થી ૭ હજાર કારખાનેદારોને પરવાનગી આપી દેવાશે.

શ્રી વૈષ્ણવે આ તકે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે શહેરમાં હવે નાના વેપારીઓને પણ ધંધો કરવાની છૂટ મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆતો કરી છે. અને આથી ટૂંક સમયમાં વેપાર-ધંધા પણ શરૂ કરવાના પ્રયાસો છે.

જે લોકોને કામ શરૂ કરવાની મંજૂરી અપાઇ છે તેઓની સેનેટાઇઝર, માસ્ક, થર્મલ - ગન અને સોશ્યલ ડીસ્ટન્શનાં નિયમોનો કડક અમલ કરવા માટે કડક સુચનાઓ અપાઇ રહી છે.

આમ રાજકોટનાં વેપારીઓ - કારખાનેદારોને વેપાર-ધંધાની છૂટ આપવા માટ મુખ્યમંત્રીશ્રી પ્રત્યે ચેમ્બર ઓફ કોમર્સે  આભાર વ્યકત કર્યો છે.

(3:44 pm IST)