Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

રાજકોટ જેલમાં તબિબો-પેરા મેડિકલ સ્ટાફ સહિતનો ઉત્સાહ વધારવા સન્માન કરાયું

કોરોનાની મહામારી સામે જેલમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનારા સોૈને અધિક્ષક બન્નો જોષી, નાયબ અધિક્ષક અને જેલરોએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા

રાજકોટઃ કોરોના મહામારીના સમયમાં રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓને કોરોનાનો ચેપ ન લાગે તે માટે જેલ વડા ડો. કે.એલ.એન. રાવ તથા નાયબ પોલીસ મહાનિરિક્ષક (જેલ) ડો. એસ. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જેલના અધિક્ષક શ્રી બન્નો જોષીના પરામર્શમાં રહી જેલમાં ફરજ બજાવતાં મેડિકલ ઓફિસર્સ ડો. આર. આર. શર્મા, ડો. અશોક કાનાણી, ડો. હેમા તલવેલીકર અને પેરા મેડિકલ સ્ટાફના ફાર્માસિસ્ટ, નર્સ, ઇસીજી, ટેકનીશિયન તથા એકસ-રે ટેકનીશીયન દ્વારા ઉત્કૃષ્ટ અને સરાહનિય કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી કરનારા આ તમામનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે જેલ અધિક્ષક ડો. બન્નો જોષી, નાયબ અધિક્ષક રાકેશ દેસાઇ, સિનીયર જેલર સોનાર, વણકર સહિતની ઉપસ્થિતિમાં જેલના કોરોના વોરિયર્સને પુષ્પગુચ્છ આપી તેમની કામગીરીને બિરદાવાઇ હતી. શ્રી જોષીએ આ ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતાં.

(1:38 pm IST)