Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે SPLનો પ્રારંભ :પાંચ ટીમો વચ્ચે જામશે મુકાબલો

હાલાર હિરોઝ-કચ્છ વોરિયર્સ-સોરઠ લાયન્સ-ઝાલાવડ રોયલ્સ - ગોહિલવાડ ગ્લેડીયેટર્સ વચ્ચે ટક્કર : ભવ્ય આતશબાજી : હાલાર હિરોઝ વિ.કચ્છ વોરીયર્સ વચ્ચે પ્રથમ મુકાબલો

રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો પ્રારંભ થયો છે આઠ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટનો આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ટુર્નામેન્ટનું લોન્ચીંગ થયું હતું ભવ્ય આતશબાજી સાથે ખંઢેરીના મેદાનમાં આજે સાંજે ૬:૩૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો

 સાંજે ૭:૩૦ વાગ્યાથી હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ કનિદૈ લાકિઅ વચ્ચે પ્રથમ મુકાબલો રમાશે  એસપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટ તા.૧૪ થી ૨૨  મે દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખંઢેરી ખાતે રમાશે.તમામ મેચમાં દર્શકોને વિનામૂલ્યે પ્રવેશ છે. તમામ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ તેમજ હોટ સ્ટાર પણ થશે

   . સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ટી-૨૦ ટુર્નામેન્ટ ક્રિકેટ રસીકોને મીની આઈપીએલ જેવો આનંદ આપશે. આઈપીએલની એસપીએલમાં ચિયર લીડર્સ, ડી.જે. મ્યુઝિક, ક્રિકેટ રસીકોને મનોરંજન પૂરૂ પાડશે. અહિં પણ ચોક્કા - છક્કા દરમિયાન ચિયર લીડર્સ જોવા મળશે. દરેક ટીમમાં ૧૭ ખેલાડીઓ છે. દરેક ખેલાડીઓ સૌરાષ્ટ્રના છે. તામિલનાડુ, કર્ણાટક અને મુંબઈ બાદ સૌરાષ્ટ્રમાં પ્રિમીયર લીગ લોન્ચ થઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ સૌરાષ્ટ્રમાં આ પ્રથમવાર પહેલ કરી છે

(9:18 pm IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST