Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મવડી ગામમાં ટોળકીનો પ્રવિણભાઇ પટેલ પર હુમલો

કચરા ગાડી ઉભી હોઇ બાઇક પર આવેલો એક સતત હોર્ન વગાડતાં હોઇ તેને પટેલ પ્રોૈઢ સમજાવવા જતાં બીજા શખ્સોને બોલાવી ધમાલ મચાવીઃ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઇઃ સરાજાહેર ગૂંડાગર્દી કરનારા કોણ?

રાજકોટઃ શહેરની મવડી ચોકડી પાસે પાંચ-છ શખ્સોની ટોકળીએ સરાજાહેર ગૂંડાગીરી આચરી હતી. મવડી ગામમાં રહેતાં પ્રવિણભાઇ લક્ષમણભાઇ મેઘાણી (પટેલ) (ઉ.૫૦) ગામમાં રંગોલી સ્ટૂડિયો પાસે મિત્ર રસિકભાઇ સાથે બેઠા હતાં ત્યારે કોર્પોરેશનની કચરા ગાડી આવી હોઇગૃહિણીઓ કચરો નાંખી રહી હોઇ પાછળ એક શખ્સ બાઇક પર આવ્યો હતો અને સતત હોર્ન વગાડવાનું શરૂ કરતાં તેને પ્રવિણભાઇએ શાંતિ રાખવા અને હોર્ન નહિ વગાડવા સમજાવતાં તે ઝઘડો કરી જતો રહ્યો હતો અને બીજા શખ્સોને બોલાવી લાવ્યા બાદ પ્રવિણભાઇ પર હુમલો કરી બેફામ મારકુટ કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં તેના ફૂટેજ વાયરલ થયા હતાં. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. હુમલાખોરોમાં એકનું નામ પ્રકાશ હોવાનું જાણવા મળ્યું હતું. તસ્વીરમાં માથાકૂટના ફૂટેજ અને ઇન્સેટમાં ઘાયલ થયેલા પ્રવિણભાઇ પટેલ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:58 pm IST)