Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

બોગસ આર.સી.બુક બનાવી વાહન વેચવાના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા.૧૪: વાહન ચોરી કરી બોગસ આર.સી.બુક બનાવી વાહન વેચાણ કરવાના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારોનો હુકમ કાયમી રાખવા સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

વાહન ચોરી કરી બોગસ આર.સી.બુક ઉભી કરી વાહન વેચાણ કરવાના ગુન્હા સબબ આરોપી ૧.ભરત ઉર્ફે વિજય ઉર્ફે રોય દુર્લભદાસ ર. વિરેન્દ્ર ઉર્ફે વીરુ અમરશી લુણાગરીયા સામે ફોજદારી કેસ કે જે આઇ.પી.સી.કલમ-૩૭૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૨૦, ૧૧૪નો ગુન્હો દાખલ કરી તપાસ કરી પોલીસ દ્વારા ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતુ. આ કેસ ચાલી જતા આરોપીનો નીચેની કોર્ટ દ્વારા નિર્દોષ છુટકારો કરવા માટે હુકમ કરવામાં આવેલ હતો. એફએસએલના અધીકારી દ્વારા આરોપીની સહીઓ ઓળખવામાં આવેલ હોય બોગસ આરસી બુકમાં આરોપીના હાથે લખાણ હોય તેવા કારણોસર નીચેની કોર્ટનો હુકમ રદ કરી આરોપીને ધોરણસરની સજા ફરમાવા સરકાર દ્વારા રાજકોટ ડિસ્ટ્રકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ફોજદારી અપીલ રજુ કરવામાં આવેલ હતી.

આ અપીલના કામે આરોપીના એડવોકેટ જીજ્ઞેશ જી.પઢીયાર દ્વારા રજુ કરવામાં આવેલ દલિલ અને હાઇકોર્ટના ચુકાદા ધ્યાને લેવામાં આવેલ હતા. જેમાં માત્ર એફએસએલ અધીકારીની જુબાની આધારીત સજા ન થઇ શકે તેમજ તે સીવાય આનુષાંગીક પુરાવા ન હોય તેમજ ચોરીના વાહનો જેને વેચાણ કરવામાં આવેલ હતા તેની કોઇ તપાસ થયેલ નથી. રજુ કરવામાં આવેલ પુરાવા ધ્યાને લેવા પાત્ર ન હોય તમામ દલીલ ધ્યાને લઇ આરોપીઓનો નિર્દોષ ઠરાવી છોડી મુકવાના નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખવામાં આવે છે.

આ કામમાં આરોપી તરફે રાજકોટના વકીલ શ્રી જીજ્ઞેશ જી.પઢીયાર, દિપેશ ડી.અંધારીયા, જગદીશન એન.વાઢેર, કે.આર.રાયજાદા, એચ.આર.દવે, વિગેરે રોકાયેલ હતા.

(3:57 pm IST)