Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મવડીના ધરમનગરમાં જયેશની આંખમાં પત્નિએ મરચુ છાંટી લાકડીથી ફટકાર્યો

રાજકોટ તા. ૧૪: મવડી પ્લોટના ધરમનગરમાં રહેતાં વણકર યુવાનને તેની પત્નિએ આંખમાં મરચાની ભુકી છાંટી લાકડીથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

ધરમનગર-૧૨માં રહેતાં જયેશભાઇ નથુભાઇ જાદવ (ઉ.૩૫)ને રાત્રે બે વાગ્યે પત્નિ લક્ષ્મીબેને લાકડીથી ફટકારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. જયેશભાઇના કહેવા મુજબ તે મજૂરી કામ કરે છે અને સંતાનમાં બે પુત્રી છે. રાત્રે પોતે અગાસીએ સુતો હતો ત્યારે નીચે તેના ભત્રીજા જીજ્ઞેશ સાથે પત્નિ લક્ષ્મી ઝઘડો કરતી હોઇ પોતે નીચે શાંત પાડવા આવતાં જ પોતાની આંખમાં મરચાની ભુકી છાંટી લાકડીથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે જયેશનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(3:49 pm IST)