Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ગોંડલ રોડ ઉપરથી મળી આવેલ ઈંગ્લીશ દારૂના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા. ૧૪ :. એડી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રી એમ.એસ. રાવલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની કલમ ૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) વિગેરે હેઠળ રાજકોટ શહેરના ભવનાથ સોસાયટી, ગોંડલ રોડ વિસ્તારના રહેવાશી અનિલસિંહ પ્રતાપસિંહ કુશવા વિરૂદ્ધ નોંધાયેલ ગુન્હામાં આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની ટૂંક હકીકત એવી છે કે ગત તા. ૯-૪-૨૦૧૯ના રોજ ડી.સી.બી. પોલીસની રેડ દરમ્યાન રૃા. ૩૬૦૦૦ની કિંમતનો ૪૦ બોટલ ઈંગ્લીશ બોટલ દારૂ રૃા. ૫૦,૦૦૦ની કિંમતની મારૂતી ફ્રન્ટી કાર આરોપી નિતેશ ઉર્ફે ભુરો ભરતભાઈ દવેના કબ્જામાંથી મળી આવતા આરોપી કોઈપણ જાતની પાસ કે પરમીટ વીના ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો પોતાના કબ્જામાં રાખી વેચાણ કરતો હોવાની હકીકત ખુલતા ડી.સી.બી. પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ લક્ષ્મણભાઈ વાળા દ્વારા આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટની કલમ ૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) વિગેરે મુજબની ફરીયાદ નોંધાવવામાં આવેલ હતી.

આ ફરીયાદની તપાસના કામે પકડાયેલ આરોપીની રીમાન્ડ દરમિયાન ભવનાથ સોસાયટી, ગોંડલ રોડ ખાતે રહેતા અનિલસિંહ પ્રતાપસિંહ કુશવાનું નામ પણ ખુલવા પામેલ જેથી આરોપી અનિલસિંહ પ્રતાપસિંહ કુશવા એ પોતાના એડવોકેટ સંજય એચ. પંડિત મારફત સેસન્સ કોર્ટ રાજકોટમાં પોતે નિર્દોષ હોય તેને ખોટી રીતે ફીટ કરવામાં આવેલ હોવાની રજુઆત સાથે આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે અરજીની સુનાવણી દરમ્યાન આરોપીના એડવોકેટની રજૂઆતો અને રજુ રાખેલ વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ સેસન્સ જજશ્રી એમ.એસ. રાવલે આરોપીને રૃા. ૧૦ હજારના આગોતરા જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી વતી પંડિત એસોસીએટના એડવોકેટ સંજય એચ. પંડિત, બલરામ પંડિત, ભાવીષા પંડિત, નિલેશ ખુમાણ, રિદ્ધિ રાજા, મહેશ પુંધેરા, ગૌતમ શિરવાણી વિગેરે રોકાયેલ હતા.

(3:48 pm IST)