Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

એકને ખોળ બીજાને ગોળ

૩ કલાક પાણી વેડફાટમાં ૧ લાખ : જયારે ૧ર કલાકમાં માત્ર પ હજારનો દંડ !!

વોડ નં.૧૬માં ધુળેટીના દિવસે પાણીની રેલમછેલ થઇ હતીઃ શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

રાજકોટ, તા. ૧૪ : થોડા દિવસો પહેલા શહેરના વોર્ડ નં.૧૬ના વિસ્તારમાં ૧ર કલાક પાણી વેડફાટ થયાની ફરીયાદ શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તંત્ર દ્વારા જવાબદાર કોન્ટ્રાકટરને પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે ગજેન્દ્રસિંહ દ્વારા ૧ કલાક પાણી બગાડ કરનારને રૃા. ૧ લાખનો દંડ ફટકાર્યો હતો. જયારે ૧ર કલાક પાણીનો વેડફાટ કરનારને માત્ર પ હજારનો દંડ અને અધિકારીઓ, કર્મચારીઓની જવાબદારી સહિતના સવાલો ઉઠાવ્યા છે.

આ અંગે ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર વિવેકાનંદનગરમાં તા. ર૧ માર્ચના ધુળેટીના દિવસે ૧ર કલાક પાણી વિતરણ ચાલુ રહ્યું તા. રર-૩-૧૯ અને તા. ર૩ માર્ચના સવારે ૪:૩૦ કલાકે બે દિવસ પાણીનું ટીપુંય ન આવેલ. ગજુભાએ સ્થળ પર જઇ તપાસ કરવામાં આવી હતી. તાત્કાલીક તા. ર૩-૩ના ૧૯૦૩૭૬૭રથી ફરીયાદ કરી ત્યારે તો તંત્ર વાહકો ઉંઘમાંથી જાગ્યા અને બે દિવસ સુધી પાણી વિતરણ ન થયું અને ૧ર લાક પાણી વેડફાટ થયો તેની જાણ તંત્ર વાહકોને કરવામાં આવી હતી.

વધુમાં શ્રી ઝાલાએ જણાવ્યું હતું કે, દરેક વખત કોન્ટ્રાકટરો જ દંડાયા અધિકારીઓને કલીનચીટ શા માટે ? અને વોર્ડ નં.૧૪માં પાણી વધુ આપવાના કારસ્તાનમાં ર થી ૩ કલાક વધુ ચાલુ રહેતા ૧ લાખનો દંડ થયો હતો. વોર્ડ નં.૧૬માં ૧ર કલાક માટે ફકત રૃા. પ૦૦૦/- શા માટે ? સહિતના સવાલો ગજેન્દ્રસિંહે ઉઠાવ્યા છે.

(3:45 pm IST)