Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

જનકપુરી આવાસ યોજનામાં પાણી ચોરી પકડાઇઃ ૧૨ મકાન ધારકોને ૨૪ હજારનો દંડ

વોર્ડ નં. ૯માં પાણી ચોરી અટકાવવા ટીમ દ્વારા સધન ચેકીંગ

રાજકોટ, તા.૧૪:  શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા મ્યુ. કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જે અન્વેય રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૦૯ની ટીમ દ્વારા શહેરમાં જનકપુરી આવાસ યોજનામાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગ કરતા ૧૨ આસામીઓને ડાયરેકટ પમ્પીંગનો દંડ રૂપિયા બે હજાર ભરી જવા અંગેની નોટીસ આપવામાં આવી હતી.

આ અંગે મ્યુ.કોર્પોેરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ પાણી ચોરી અટકાવવાની ટીમ દ્વારા વોર્ડ નં. ૯ના જનકપુરી આવાસ યોજનામાં પાણી સમયે ચેકીંગ કરતા ૧૨ ફલેટ ધારકો ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓનેનોટીસ આપવામાં આવી હતી, તેમાં (૧) શબીનાબેન, કવાર્ટર નં. ૧૦૬૯, (૨) જયાબેન, કવાર્ટર નં. ૧૦૬૩, (૩) સાંતુબા જાડેજા, કવાર્ટર નં. ૧૦૭૨, (૪) નરેશ ગણાત્રા, (૫) વિજય લોધિયા, કવાર્ટર નં. ૧૧૧૧, (૬) મીનાબેન જીવાણી, કવાર્ટર નં. ૧૦૯૦, (૭) જેશીન ડાભી, કવાર્ટર નં. ૧૦૪૫, (૮) કમલેશ વિઠલાણી, કવાર્ટર નં. ૧૦૫૨, (૯) જીતુભાઈ પરમાર, કવાર્ટર નં. ૧૧૬૧, (૧૦) ભવાનસિંહ નુરાભાઈ, કવાર્ટર નં. ૧૧૬૨, (૧૧) ઉષાબેન જેઠવા, કવાર્ટર નં. ૧૧૬૭, અને (૧૨)નરેશ વાળા, કવાર્ટર નં. ૧૧૬૬ આસામીઓનો સમાવેશ થાય છે.

આ કામગીરી મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૦૯ ના આસી. મેનેજર લખતરીયાભાઈ, ડે. એન્જી. નિતેશભાઈ મકવાણા અને બી.પી. વાઘેલા તેમજ વોટર વર્કસ શાખાની ટીમ અને વોર્ડ નં.૦૯ની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

(3:44 pm IST)