Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

SOS એટલે સફળતાનું એવરેસ્ટ ધો. ૧ર સાયન્સનાં પરિણામોમાં માર્યુ મેદાન

રાજકોટ તા. ૧૪ :.. સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં શિક્ષણ ક્ષેત્ર ઉન્નતી સાધી રહ્યું છે ત્યારે ધ સ્કુલ ઓફ સાયન્સ (એસઓએસ) એક એવી શૈક્ષણિક સંસ્થા છે. જયાં શિક્ષકો કયારેય બદલાતા નથી કારણ કે શિક્ષકો જ અહીં સંચાલકો છે, જેને કારણે એસઓએસ નું પરિણામ દર વર્ષે સફળતાનાં એવરેસ્ટ પર બિરાજતું રહે છે. એસ. ઓ. એસ. એટલે ઉચ્ચતમ સફળતાનો પર્યાય, એસ. ઓ. એસ. એટલે સફળતાનું એવરસ્ટ આ સંસ્થાની શિક્ષણ સરીતા રાજકોટ અને નજીકનાં ખંભાળા ગામે વહી રહી છે.

એસ. ઓ. એસ. દ્વારા ધો. ૧૧-૧ર સાયન્સનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા ગુજરાત બોર્ડ (સીબીએસઇ બોર્ડ) ના અભ્યાસક્રમ ચિવટપૂર્વક પૂર્ણ કરાવી નથી પધ્ધતિ પ્રમાણે લાવવાની નીટ-યુજી/ જેઇઇ-મેઇન તથા ગુજકેટને પણ સમાન પ્રાધાન્ય આપી તેની અલગથી તૈયારી કરાવવામાં આવે  છે. તેથી વિદ્યાર્થીઓ નીટ-યુજી અને જેઇઇ-મેઇન જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં પણ ઝળહળતો દેખાવ કરી મેડીકલ અને એન્જીનીયરીંગ ફિલ્ડમાં ઉચ્ચતમ કારકીર્દીનું નિર્માણ કરી શકે છે.

ર૦૧૯ માં તેજસ્વીનાં ધો. ૧ર સાયન્સ પરીણામમાં એસઓએસ નાં તેજસ્વી તારલા સોહમ જોષીએ ગુજકેટમાં બોર્ડમાં ૯૯.૯૧ પીઆર મેળવી નવમું સ્થાન હાંસલ કર્યુ તો ગ્રુપ એ અને બી.માં ૯૯ કે તેથી વધારે પીઆર મેળવનારા આ સંસ્થાનાં તારાલઓમાં પ્રિયા ચૌહાણ (૯૯.૮૪ પીઆર), દર્શિન દોંગા (૯૯.૬૯ પીઆર), ધ્રુવીલ માલવીયા (૯૯.૬૭ પીઆર), જયદિપ મોકરીયા (૯૯.૬૭ પીઆર), વિદ્યાર્થીઓએ એસ. ઓ. એસ.નું નામ રોશન કર્યુ છે.

ગુજકેટ ર૦૧૯ માં સંસ્થાનાં ૯૯ કે તેથી વધારે પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧,૯૮ કે તેથી વધારે પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ર૯, ૯પ કે તેથી વધારે પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૭પ અને ૯૦ કે તેથી વધારે પીઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૪પ છે.  તથા થીયરીમાં પીઆર મેળવતા ૯૯ કે તેથી વધુ પીઆર મેળવતા ૧૬ વિદ્યાર્થીઓ, ૯૮ કે તેથી વધુ પીઆર મેળવતા ૪૧ વિદ્યાર્થીઓ,  ૯પ કે તેથી વધુ પીઆર મેળવતા ૯૪ વિદ્યાર્થીઓ, ૯૦ કે તેથી વધુ પીઆર મેળવતા ૧પ૩ વિદ્યાર્થીઓ, ૮૦ કે તેથી વધુ પીઆર મેળવતા રરપ જેટલી સંખ્યા છે. જેઇઇ-મેઇન પરીક્ષામાં ટોપર્સ આ સંસ્થાના વિદ્યાર્થીઓમાં ઓમ ઠક્કર (૯૭.૭૯ પીઆર), બ્રિજેશ ભુત (૯૭.૮૧ પીઆર), અજય ધિયાડ (૯૬.૬૬ પીઆર) નો સમાવેશ થાય છે. જેઇઇ એડવાન્સ માટે ૬૬ વિદ્યાર્થીઓ કવોલીફાઇડ થાય છે.

એસ. ઓ. એસ. માં પ્રો. પાનેલીયા, ડો. કેતન ભાલોડીયા, પ્રો. પુનિત વ્યાસ, ડો. વિશાલ નરોડિયા, પ્રો. ધર્મેશ પટેલ, પ્રો. ગરાળા, પ્રો. શત્રુધ્નસિંહ સિંહાર અને શ્રી વિપુલ પાનેલીયાનું વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન મળતું રહે છે ત્યારે સવાલ એ આવે કે, એસ. ઓ. એસ. માં એડમિશન લેવાના કારણો કયાં? સૌથી પહેલાં તો સંચાલકો જ શિક્ષકો હોવાથી તેમનાં દ્વારા ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, અંગ્રેજી વગેરેનાં લેકચર લેવામાં આવે છે. અન્ય સ્કુલોમાં સંચાલકો માત્ર મેનેજમેન્ટ કરે છે. લેકચર લેતા નથી. વળી એસ. ઓ.એસ.માં શિક્ષકોની ટીમ જ શૈક્ષણીક કાર્ય કરે છે. કલાસ વર્ક, મેગા ટેસ્ટ, ફેઇસ રૂટ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ તંદુરસ્ત હરીફાઇ કરીને તણાવ મુકત રહે છે. વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટરની અદ્યતન પ્રયોગ શાળા અને દરેક વર્ગ ખંડમાં સ્પીકર તથા સીસી ટીવી કેમેરાની સુવિધા છે. અહી હોસ્ટેલ્સની પણ સુવિધાપુર્ણ અને ભુકંપપ્રુફ હવા-ઉજાસવાળી ઇમારત, સ્વાદિષ્ટ અને કેલેરીયુકત ભોજન, હોસ્ટેલ ઉપર શૈક્ષણીક માર્ગદર્શન ને રમત-ગમત પુરતું મહત્વ, પીવાનાં પાણી માટે આરઓ પ્લાન્ટ અને ન્હાવા માટે ગરમ પાણી, સીસી ટીવી કેમેરા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે.

(3:42 pm IST)