Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

સરકારે રાજકોટ જીલ્લામાં કેટલી નદી જીવીત કરી ? માહીતી આપવા કોંગ્રેસની રજુઆત

રાજકોટ શહેર કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ પ્રમુખ રાજેશભાઇ આમરણીયા ની આગેવાનીમાં મે ૨૦૧૮ થી જુન ૨૦૧૮ સુધીમાં ગુજરાત સરકાર દ્વારા જળસંચય અભિયાન કરવામાં આવેલ હતું, તે અંગે રાજકોટ જીલ્લામાં કેટલી નદીઓ પુનઃ જીવીત કરેલી તથા કેટલા તળાવો અને ચેકડેમો ઉંડા કરેલ  તેની સ્પષ્ટતા સહીત માહીતી માંંગેલ હતી, તથા તેમાં કેટલા લોકોને રોજગારી આપેલ તેની વિગત માટે નાયબ કલેકટરશ્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે. તે વખતની તસ્વીરમાં રાજેશભાઇ આમરણીયા રાજકોટ શહેર કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ પ્રમુખ, ભાર્ગવ પઢીયાર લોક સરકાર સોૈરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ, શૈલેષ રૂપાપરા, એહસાન ચોૈહાણ, રમેશ જુજા, પ્રહલાદસિંહ ઝાલા, સવજીભાઇ ભંડેરી, વિજયભાઇ મેર, લાલાભાઇ તથા કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહયા હતા તે નજરે પડે છે.

(3:41 pm IST)