Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

અબ તેરે બીન જી લેંગે હમ.... જુના-નવા ગીતો પીરસાશે

સુરતાલ કરાઓકે ગ્રુપ ઓફ નોન-પ્રોફેશનલ સિંગરોનો ૧૮મીના શનિવારે આમંત્રિતો માટે કાર્યક્રમ : તબીબો, સી.એ., એન્જીનિયરો, વેપારીઓ, ગૃહિણીઓ ગીતો રજુ કરશેઃ ૯ વર્ષની બાળકી પણ ભાગ લઇ રહી છેઃ કરાઓકે સ્પર્ધા પણ યોજાશેઃ પરીમલભાઇ ઘેલાણી અને ટીમનું બેનમુન આયોજન

રાજકોટઃ તા.૧૪, સૂરતાલ કરાઓકે ગ્રુપ ઓફ નોન-પ્રોફેશનલ સિંગર્સ ફરી એક વખત બોલીવુડનાં જુના-નવા ગીતો લઈને હેમુ ગઢવી મેઈન હોલમાં તા.૧૮ શનિવારે રાત્રે ૯ વાગ્યે સ્ટેજ શો કરવા જઈ રહ્યું છે.

આ શો, સૂરતાલનાં ઇન્વાઇટેડ ગેસ્ટ માટે 'ફ્રી ઓફ કોસ્ટ' છે. ઇન્વાઇટ પાસ સિવાય એન્ટ્રી મળશે નહિ તેમ પરીમલભાઇએ યાદીમાં જણાવ્યું છે.

કલાકારો તરીકે ડોકટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સોફ્ટવેર ઈન્જીનીયર, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ, વેપારીઓ, બેન્કર્સ, ગૃહિણી ત્થા સ્ટુડન્ટ પરફોર્મ કરશે. ઉતાવળે આંબા પાકતા નથી એ કહેવત મુજબ આ લોકોએ પોતાનાં બીઝી સીડ્યુલમાંથી સમય કાઢી ને સતત ૨૦-૨૫ દિવસ ગીતોનો રીયાઝ કરીને તૈયારી કરેલ હોય છે. આ કલાકારોને ગીતો ગાવાની તાલીમ શ્રી પરિમલ ઘેલાણી તેમના પોતાના બનાવેલા કરાઓકે ટ્રેક ઉપર શ્રી તિરુપતિ સ્ટુડીયોમાં આપે છે. આ વખતના પ્રોગ્રામમાં ડો.નીરલ મહેતા, ડો.મયુર વાદ્યેલા,  સીએ પરેશ બાબરિયા, મિતેશ મહેતા, મહેશ કોટક, અમિત સચદે, ભરત કારિયા, સંજીવ ધારૈયા (ફ્લુઈટ ઉપર ગીત વગાડશે), ધીરેન પટેલ (મેલ/ ફિમેલ વોઈસમાં), રીપલ છાપીયા, કુમારી હર્સી ભટ્ટ (૯ વર્ષની બાળકી) ભાગ લઇ રહ્યા છે. વાઇલ્ડકાર્ડ એન્ટ્રી પણ થશે.

 આ વખતે એક સાથે ૧૦ ગીતોની મેડલી (ફ્યુઝન) બનાવેલ છે જે ૩ સિંગરો (ડો. નિરલ, સીએ પરેશ અને મિતેશ) ગાવાના છે. પરિમલભાઈએ ૧૦ ગીતોને તેમના સ્ટુડીઓમાં એવી રીતે એડિટ કરીને ૧૨ મીનીટની મેડલી બનાવી છે કે એક ગીતમાંથી બીજું ગીત કયારે શરુ થઇ જાય તેની ખબર પણ નાં પડે (જેવી રીતે બોલીવૂડમાં ફ્યુસન બનાવવામાં આવે છે). બીજી બે મેડલી બબ્બે ગીતોની બનાવી છે જે સીએ પરેશ બાબરિયા પરફોર્મ કરશે. અમિત સચદે, રાહત ફતેહઅલી ખાન નું  'ઓ રે પિયા' ત્થા 'બ્રેધ્લેસ'–(શંકર મહાદેવન) નાં ગીતો ગાશે. નીરલભાઈ બે નવા ગીતો (બાકી સબ ફર્સ્ટ કલાસ હૈ અને લડકી આંખ મારે) લેશે તેને સાથ આપશે હર્ષિ ભટ્ટ, ભરત કારિયા 'નખરેવાલી' અને મહેશ કોટક 'ઝીંદગી કે દેનેવાલે' ગાવાના છે. નાની બાળકી હર્ષિ ભટ્ટ કે જેણે હજુ ૬ મહિનાથી જ પરિમલભાઈ પાસે સંગીતની તાલીમ શરુ કરેલ છે તેણી (જાનેજા ઓ મેરી જાનેજા, મેરા નામ ચીન ચીન ચુ, અને સત્યમ શિવમ સુન્દરમ) ગાશે. ડો.મયુર વાઘેલા પહેલી જ વખત સ્ટેજ ઉપર 'અબ તેરે બીન જી લેંગે હમ' લઈને કલા જગતમાં પદાર્પણ કરશે, તેઓ સ્ટર્લીન્ગ હોસ્પીટલમાં સર્જન છે.

આ પ્રોગ્રામનાં એલજી કંપનીના સહયોગથી પ્રેક્ષકો માટે કરાઓકે સ્પર્ધા રાખવામાં આવી છે, જે સ્પર્ધા, સૂરતાલનો પ્રોગ્રામ પૂરો થયા પછી શરુ થશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ પોતાનું નામ અને મોબાઈલ નંબર લખેલી ચિઠ્ઠી, હોલના મેઈન ગેઇટ પાસે રાખેલ બોક્ષમાં મુકવાની રહેશે અને શો પૂરો થયા પછી તેમાંથી ૧૦ લક્કી ચિઠ્ઠીઓ ઉપાડવામાં આવશે અને જેમના નામ હશે તેમણે અહી આપેલા ૪ ગીતોમાંથી કોઇપણ એક ગીતનું મુખડું ત્થા એક અંતરો જ ગાવાનો રહેશે. (૧) અજીબ દાસ્તા હૈ યે (૨) પૂકારતા ચલા હું મેં (૩) કિસી કી મુશ્કરાહટો પે હો નિશાર (૪) અરે દીવાનો મુજે પહેચાનો મૈ હું કોન. (સ્પર્ધકનો પોતાનો કરાઓકે ટ્રેક ચલાવવામાં નહી આવે, સૂરતાલ ગ્રુપ નાં કારાઓકે ઉપર ગાવાનું રહેશે). લીરીકશ સ્પર્ધકે સાથે લાવવાના રહેશે. સૂરતાલ ગ્રુપનાં શ્રી પરિમલ ઘેલાણી તેમને જજ કરશે અને ૫ વિજેતાઓને એલજી કંપની તરફથી બ્લુ-ટુથ સ્પીકર ઇનામ અપાશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:37 pm IST)
  • ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન એકશન પ્લાન અંગે આવતીકાલે બેઠકઃ મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાશે બેઠકઃ એનડીઆરએફ સહિતની ડિફેન્સ એજન્સીઓ, આરોગ્ય સિંચાઇ સહિતના વિભાગોના અધિકારી રહેશે હાજરઃ પુરની પરિસ્થિતને પહોંચી વળવા થશે ચર્ચા access_time 11:22 am IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • મણીશંકર ઐયરનો ફરી ધડાકોઃ મોદીને નીચ આદમી કહ્યા હતા તે બરાબર હતું, એક લેખમાં તેમણે પોતાના ૨૦૧૭ના નિવેદનને યોગ્ય ઠેરવ્યો access_time 11:34 am IST