Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કોમ્પ્યુટરના વેપારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ

રાજકોટ કોમ્પ્યુટર્સ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા શનિવારે આયોજનઃ છ ટીમો વચ્ચે જંગ :કોમ્પ્યુટરના ધંધાર્થીઓ કહે છે ગ્રાહકો માટે ઓનલાઇન કરતાં લોકલ ખરીદી વધુ સરળ બનેઃ જીએસટીથી ફાયદો પણ નહિ, નુકશાન પણ નથી

રાજકોટઃ તા.૧૪, રાજકોટ  કોમ્પ્યુટર્સ ટ્રેડર્સ એસોસીએશન આરસીટીએ અંતર્ગત તા.૧૮ને શનિવારે ડે નાઇટ દિવ્યાંગ ઇન્ફોવર્લ્ડ આરસીટીએ આયોજન સીઝન્સ રીર્સોટ અવધ કલબ રોડ ખાતે રાખવામાં આવેલ છે.

કોમ્પ્યુટર વેપારીઓ આત્મીયતા કેળવાય તે હેતુથી અલગ-અલગ ૬ ટીમનું જેવી કે ટીમ મીરેકલ એકાઉન્ટીંગ સોફટવેર, ટીમ કોન્કોર્ડ પેરીફેલ્સ, ટીમ કુબેર એકાઉન્ટીંગ સોફટવેર, ટીમ એનીવે આઇટી  સોલ્યુસન્સ - ડેલ લેપટોપ, ટીમ આલોક ઇન્ફોકેર-આર. કે. ઇન્ફોટેક (લીનોવો) અને ટીમ ઓ.એ.કે. ટેકનોલોજીસ વચ્ચે ખરાખરીનો ખેલ જામશે.

આ ટુર્નામેન્ટમાં શ્રી કલ્પેશભાઇ રૂઘાણી  દિવ્યાંગ ઇન્ફો વર્લ્ડ પ્રાઇવેટ લીમીટેડ તથા કો-સ્પોન્સર્સ અર્થ સીસ્કોમ પ્રાઇવેટ લીમીટેડ, હરીવલ્લભ ઇનફોકોમ અને નેશ ઇનફોટેક પ્રાઇવેટ લીમીટેડનો સિંહફાળો છે. તેમજ ખેલાડીઓ તથા ટીમને પ્રોત્સાહીત કરવા માટે રાપુ પેરીફેરલ્સ,  ટીવીએસસી. ઇલેકટ્રોનીકસ-ઓમકાર સોફટવેર એન્ડ સીસ્ટમ, લેપટોપ ઝોન, ફેનીકસ ઇન્ફોકોમ, મહાવીર કોમ્યુનીકેશન અને કે૭ સીકયુરીટી - લાઇમલાઇટ ઇનફોટેક તરફથી શીલ્ડ એનાયત કરવામાં આવશે.

આ  ટુર્નામેન્ટનું લાઇવ પ્રસારણ ૧૮ શનિવારે સાંજના ૫ વાગ્યાથી યુ-ટયુબ દ્વારા કરવામાં આવશે. જેમાં યુ-ટયુબ ઉપર ચેનલનું નામ ''RCTARAJKOT'' છે. આ ટુર્નામેન્ટમાં લાઇવ કોમેન્ટ્રી તેમજ ઉત્સાહ વધારવા ડીજેનું પણ આયોજન કરેલ છે.

આયોજનને સફળ બનાવવા આરસીટીએના હોદેદારો પ્રેસીડેન્ટ શ્રી કેતન દોશી (મો. ૯૩૨૭૧ ૧૩૨૪૫), ચેરમેન શ્રી પ્રફુલ દેસાઇ, વાઇસ ચેરમેન શ્રી ભાવિન ગાઠાણી, વાઇસ પ્રેસીડેન્ટ શ્રી શૈલેષ પોષીયા, સેક્રેટરી શ્રી કીરીટ આગોણજા, ટ્રેઝરર શ્રી ચેતન વખારીયા, જોઇન્ટ સેક્રેટરી શ્રી કૌશીક પરીખ તેમજ પ્રોજેકટ ટીમ શ્રી દર્શન ડોડીયા, શ્રી ભાવેશ મારકણા, શ્રી મેહુલ અજમેરા તેમજ કારોબારી ટીમ જહેમત ઉઠાવી રહયા છે.

ઉલ્લેખનીય છે કે આરસીટીએ દ્વારા મા-બાપને ભુલસો નહિ-જાત્રા, મેડીકલ ચેક-અપ કેમ્પ, દેશભકિતને લગતા કાર્યક્રમ, સ્વચ્છ ભારત અભિયાન, મેમ્બર્સ માટે બીઝનેશ ડેવલપમેન્ટ તથા ફેમીલી મેમ્બર્સના ડેવલોપમેન્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:36 pm IST)