Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

જીનીયસ સ્કુલ દ્વારા લાઇફ સ્કીલ એજયુકેશન

રાજકોટ  : જીનીયસ ગ્રુપની જીનીયસ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલમાં નાની વયથી જ વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત તેમના ઘડતરમાં તેઓના કોૈશલ્યનો વિકાસ ઉપરાંત નૈતિક મુલ્યોની સમજ, સામાજીક ઉત્તરદાયિત્વના કાર્યો પ્રત્યે જાગૃતતા જેવી બાબતો લાઇફ સ્કીલ એજયુકેશન પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે. જીનિયસ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસક્રમમાં નૈતિક મૂલ્યો આધારિત અભ્યાસક્રમમાં પાઠય પુસ્તકો સમાવવામાં આવ્યા છે, જેમાં શિસ્ત, આત્મનિર્ભરતા, બહાદુરી, પ્રકૃતિની જાળવણી, સંસ્કૃતિનું આદાન-પ્રદાન, ઉત્તમ નેતાગીરી, સહકર્મીઓ સાથે સમભાવ અને દેશભકિત જેવા વિષયો પર આધારીત પ્રેરણાત્મક વાર્તાઓ, ઘટનાઓ અને કૃતિઓ, કે જે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય જાય તેવી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે.

(3:35 pm IST)