Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ઝુપડપટ્ટીના ૮૦૦ બાળકોને કુલ્ફીનું વિતરણ

 સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજ માટે યોજાનાર બાજ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત શ્રીમદ્ ભાગવત સપ્તાહ પહેલા રાજકોટના અટીકા ઝુપડપટ્ટી વિસ્તારમાં ધોમધખતા તાપમાં ૮૦૦થી વધુ ગરીબ બાળકોને સ્વાદિષ્ટ કુલ્ફીનું વિતરણ કરાયું હતું. આ માટે જીજ્ઞેશભાઇ દવે (એરપોર્ટ), કૌશિકભાઇ દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:35 pm IST)