Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

આર.કે. યુનિવર્સિટીમાં નેકનો વર્કશોપ

રાજકોટ :  ગુણાત્મક મૂલ્યાંકનની પધ્ધતિઓને સમજી શકાય તે માટે આર.કે. યુનિવર્સિટી તથા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન કાઉન્સીલ (NAAC) એ શૈક્ષણીક શ્રેષ્ઠતા મેળવવા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પ્રાપ્ત કરવામાં એનએસી (NAAC) ની ભૂમિકા પરબે દિવસીય વર્કશોપનું સંયુકત રીતે આયોજન કર્યુ. આર.કે. યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજીત વર્કશોપનું લક્ષ્ય વર્કશોપના સહભાગીઓને ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIS) ને શૈક્ષણીક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં એાએસી (NAAC) ની માન્યતાની પ્રક્રિયા વિશે માહીતી મળે તે હતું. વર્કશોપમાં NAAC(સહાયકો) તરીકે મહત્વની ભૂમિકા ભજવતા તજજ્ઞો  દ્વારા'' શૈક્ષણિક શ્રેષ્ઠતા''વિષય પર વિસ્તૃત માહીતી આપવામાં આવેલ હતી. વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી ૫૦ થી વધુ વ્યકિતઓ વર્કશોપમાં ભામગ લીધો. આરકે યુનિવર્સિટી એસેસમેંટ એડવાઇઝરિ કાઉન્સીલ (AAC)નું માળખું અનો ગુણવત્તા મૂલ્યાંકન માટે આઇટીસી (ICT) ના ઉપયોગ વિશે માહીતી મેળવી હતી. NAAC  માન્યતા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેમની તાકાત, તકો અને નબળાઇઓને જાણવા માટે મહત્વનો ભાગ ભજવેછે. NAAC ગ્રેડ/ મૂલ્યાંકન શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષણની  આધુનિક અથવા નવીન પધ્ધતિઓ શરૂ કરવા માટે મદદ કરશે. 

(3:34 pm IST)