Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

બાળકોએ સંગ્રહ કરેલી વસ્તુઓનુ શનિવારે રોટરી ડોલ્સ મ્યુઝીયમમાં પ્રદર્શન

૧૮મીએ આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમના દિવસે આયોજન : ટપાલ ટિકિટો, ચલણી સિકકાઓ વિ.વસ્તુઓનું પ્રદર્શનઃ ફ્રી એન્ટ્રીઃ નામ નોંધણી

રાજકોટ,તા.૧૪: શહેરના બાળકોમાં આર્ટ અને કલ્ચર ડેવલેપમેન્ટ માટે રોટરી ડોલ્સ મ્યુઝીયમ છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત છે. રાજકોટને વિશ્વના મ્યુઝીયમના નકશા પર મુકવામાં રોટરી ડોલ્સ મ્યુઝીયમ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. તા.૧૮મી મેના આંતર રાષ્ટ્રીય મ્યુઝીયમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

બાળકોમાં કંઈક અનોખી વસ્તુઓ ભેગી કરવાના શોખ એટલે 'કલેકટીબલ્સ' કળા વિકશે તે માટે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ દિવસ પર રોટરી ડોલ્સ મ્યુઝીયમએ બાળકોની આવી વસ્તુઓના પ્રદર્શન યોજાએલ છે.

જે બાળકો 'કલેકટીબલ્સ' વસ્તુઓ જેમ કે ટપાલ ટિકિટો, ચલણી સિક્કાઓ, એરોપ્લેન મોડેલ્સ, રેલ્વે એન્જીનસ મોડેલ, વિવિધ દેશોના કાપડના ઝંડાઓ, સ્પેશ સટલ મોડેલ, વિવિધ સાગર કાંઠાના છીપલાઓ, નટ કેન્ડલ્સ એટલે કે સુડી, સાયકલના મોડેલનું સંગ્રહ વગેરે વગેરે કોઈપણ સંગ્રહની એન્ટ્રી વહેલા તે પહેલાના ધોરણે ૨૫ એન્ટ્રી જ લેવામાં  આવશે. આ માટે બાળકોને મ્યુઝીયમ તરફથી ફ્રી ટેબલ આપવામાં આવશે.

તા.૧૮મી મેના દિવસે સાંજે ૪ થી ૮ દરમ્યાન આ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ દિવસે સાંજે ૪ થી ૮ દરમ્યાન મ્યુઝીયમમાં ફ્રી એન્ટ્રી રહેશે. ૫ થી ૧૫ વર્ષના બાળકો આ પ્રદર્શનમાં ભાગ લઈ શકશે. બાળકોએ પોતાનું નામ તા.૧૬મી મે સુધીમાં રોટરી ડોલ્સ મ્યુઝીયમ ખાતે સવારે ૧૦ થી ૧, સાંજે ૪ થી ૭ વચ્ચે નોંધાવી  દેવા યાદીમાં જણાવાયું છે. સંગ્રહાલયોથી બાળકોની કિટીકલ થીકીંગ વિકસે છે. તેની ભાષાનું ડેવલેપમેન્ટ થાય છે. તેની કિએટીવીટીનો વિકાસ થાય છે. રાજકોટની જનતાને આ પ્રદર્શન નિહાળવા અપાયું છે.

વધુ વિગત માટે રોટરી ડોલ્સ મ્યુઝિયમ, રાજકોટ નાગરીક સહકારી બેન્ક બિલ્ડીંગ, ડો.યાજ્ઞીક રોડ, રાજકોટ (ફોનઃ ૦૨૮૧- ૨૪૬૪૩૫૨) ખાતે સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં ''અકિલા''ની મુલાકાતે આવેલા ડોલ્સ મ્યુઝીયમના કર્તા હર્તા મીનાક્ષીબેન અગ્રવાલ, પાસ્ટ પ્રેસીડેન્ટ ડો.બાનુબેન ધકાણ તથા કમિટી મેમ્બર શીતલબેન અઘેરા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)