Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

યુવા ભીમ સેનાની કાલે મીટીંગ : સમાજના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા

રાજકોટ : યુવા ભીમ સેના અને સમસ્ત અનુસુચિત જાતિ દ્વારા આવતીકાલે તા.૧૫ના બુધવારે સાંજે ૬ કલાકે ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક અને લાઈબ્રેરી જિલ્લા ગાર્ડન (૮૦ ફૂટ રોડ પાસે) ખાતે એક મીટીંગ રાખેલ છે. જેમાં એસ.સી., એસ.ટી., ઓબીસી સમાજના પ્રશ્નો જેવા કે મહાનુભાવોની પ્રતિમાની સફાઈ, એસઈડબલ્યુએસના પ્લોટમાં બગીચાઓ બનાવવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આયોજનમાં ડી.ડી. સોલંકી (મો.૯૦૯૯૫ ૦૯૬૬૧), રમેશભાઈ મુછડીયા (મો.૯૮૨૪૫ ૧૧૮૧૭), અરવિંદભાઇ રાખોલીયા (મો.૯૩૭૫૪ ૫૧૦૫૧) જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:20 pm IST)