Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

રાજકોટમાં આજથી SPL : પાંચ ટીમો વચ્ચે ટક્કર

હાલાર હિરોઝ-કચ્છ વોરિયર્સ-સોરઠ લાયન્સ-ઝાલાવડ રોયલ્સ - ગોહિલવાડ ગ્લેડીયેટર્સ : સાંજે ૬:૩૦ વાગ્યે વિજયભાઈ રૂપાણીના હસ્તે ઓપનીંગ : ભવ્ય આતશબાજી : હાલાર હિરોઝ વિ.કચ્છ વોરીયર્સ વચ્ચે પ્રથમ મુકાબલો : તમામ મેચોનું સ્ટાર સ્પોટ્ર્સ અને હોટસ્ટાર ઉપર લાઈવ પ્રસારણ

રાજકોટ, તા. ૧૪ : આઈપીએલનું સમાપન થયુ છે. રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. આઠ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટનો આજે સાંજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ટુર્નામેન્ટનું લોન્ચીંગ થશે. આ સાથે ભવ્ય આતશબાજી પણ થશે. ક્રિેકેટપ્રેમીઓને મજા - મજા પડી જશે.

ખંઢેરીના મેદાનમાં આજે સાંજે ૬:૩૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ત્યારબાદ આતશબાજી થશે. આજે સાંજે ૭:૩૦ વાગ્યાથી હાલાર હિરોઝ અને કચ્છ વોરિયર્સ વચ્ચે પ્રથમ મુકાબલો રમાનાર છે.

એસપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટ તા.૧૪ થી ૨૨ મે દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખંઢેરી ખાતે રમાશે. તમામ મેચમાં દર્શકોને વિનામૂલ્યે પ્રવેશ છે. તમામ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ તેમજ હોટ સ્ટાર પણ થશે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ટી-૨૦ ટુર્નામેન્ટ ક્રિકેટ રસીકોને મીની આઈપીએલ જેવો આનંદ આપશે. આઈપીએલની એસપીએલમાં ચિયર લીડર્સ, ડી.જે. મ્યુઝિક, ક્રિકેટ રસીકોને મનોરંજન પૂરૂ પાડશે. અહિં પણ ચોક્કા - છક્કા દરમિયાન ચિયર લીડર્સ જોવા મળશે.

દરેક ટીમમાં ૧૭ ખેલાડીઓ છે. દરેક ખેલાડીઓ સૌરાષ્ટ્રના છે. તામિલનાડુ, કર્ણાટક અને મુંબઈ બાદ સૌરાષ્ટ્રમાં પ્રિમીયર લીગ લોન્ચ થઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.એ સૌરાષ્ટ્રમાં આ પ્રથમવાર પહેલ કરી છે.

મેચોના કાર્યક્રમો

૧૪ મે

સાંજે ૭:૩૦ કલાકે

હાલાર હિરોઝ વિ. કચ્છ વોરિયર્સ

૧૫ મે

સાંજે ૭:૩૦ કલાકે

સોરઠ લાયન્સ વિ. ઝાલાવડ રોયલ્સ

૧૬ મે

સાંજે ૭:૩૦ કલાકે

હાલાર હિરોઝ વિ. ગોહિલવાડ ગ્લેડીયટર્સ

૧૭ મે

સાંજે ૭:૩૦ કલાકે

ગોહિલવાડ ગ્લેડીયટર્સ વિ. ઝાલાવડ રોયલ્સ

૧૮ મે

બપોરે ૩:૩૦ કલાકે

હાલાર હિરોઝ વિ. ઝાલાવાડ રોયલ્સ

૧૮ મે

સાંજે ૭:૩૦ કલાકે

સોરઠ લાયન્સ વિ. કચ્છ વોરિયર્સ

૧૯ મે

બપોરે ૩:૩૦ કલાકે

ગોહિલવાડ ગ્લેડિયટર્સ વિ. કચ્છ વોરિયર્સ

૧૯ મે

સાંજે ૭:૩૦ કલાકે

સોરઠ લાયન્સ વિ. હાલાર હિરોઝ

૨૦ મે

સાંજે ૭:૩૦ કલાકે

સોરઠ લાયન્સ વિ. ગોહિલવાડ ગ્લેડિયટર્સ

૨૧ મે

સાંજે ૭:૩૦ કલાકે

ઝાલાવડ રોયલ્સ વિ. કચ્છ વોરિયર્સ

૨૨ મે

સાંજે ૭:૩૦ કલાકે

ફાઈનલ

(3:36 pm IST)