Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

રણુજા મંદિર પાછળ સંતોષ પાર્કમાં મેહુલનો ગળાફાંસો ખાઇ આપઘાત

કડીયા યુવાનને પેટમાં ગાંઠ હોઇ દુઃખાવાથી કંટાળીને પગલુઃ ધારીમાં અંતિમવિધી

રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ સંતોષ પાર્ક-૪માં રહેતાં મેહુલ ધીરૂભાઇ વેગડ (ઉ.૨૪) નામના કડીયા યુવાને રાત્રે નવેક વાગ્યે ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેને તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મેહુલ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો અને અપરિણીત હતો. તેના પિતા ધીરૂભાઇ કડીયા કામ કરે છે અને પોતે પણ આ કામ કરતો હતો. તેને પેટમાં ગાંઠ હોઇ તેનો દુઃખાવો સહન ન થતાં આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

આપઘાત કરનાર મેહુલના પરિવારજનો મુળ ધારીના વતની હોઇ મૃતદેહને અંતિમવિધી માટે ધારી લઇ જવામાં આવ્યો હતો.

પડોશી સાથે ડખ્ખો થતાં

ગંજીવાડાનો લાલજી ફિનાઇલ પી ગયો

 ગંજીવાડામાં રહેતો લાલજી હરિભાઇ રાઠોડ (ઉ.૩૦) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. લાલજી ત્રણ ભાઇમાં નાનો છે અને છુટક મજૂરી કરે છે. તેના ભાઇ મુકેશભાઇના કહેવા મુજબ લાલજીને પડોશી સાથે માથાકુટ થઇ હોઇ તેના કારણે આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(11:43 am IST)