Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

અર્પણ ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાનું પ્રશંશનીય કૃત્ય : જિલ્લા પંચાયત તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના તેમજ ઝૂંપડપટ્ટીના બાળકોને મળી કુલ 11 હજાર જોડી ચપ્પલનું વિતરણ કર્યું

અર્પણ ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા દ્વારા તા.4-5-19 ના રોજ ચપ્પલ વિતરણ ના કાર્યક્રમમાં અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયત સંચાલિતની 20 શાળા અને નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત ની 6 શાળા ના એમ ટોટલ 26 શાળા ના  7755 વિદ્યાર્થીઓને તેમના માપ પ્રમાણે ચપ્પલ વિતરણ કરવામાં આવેલ હતા અને આ સમગ્ર કાર્યક્રમ માં શાળાના આચાર્ય તથા શિક્ષિકો અને મુખ્ય મહેમાનો ને સાથે રાખી તેમના હસ્તે ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા માં હતા, અને તેમજ સ્લમ (જુપ્પડપટ્ટી) વિસ્તાર માં 3245 એમ કુલ 11000 જોડી ચપ્પલ વિતરણ તેમના માપ પ્રમાણે કરવામા આવેલ છે*

*_આ કાર્યક્રમ ના મુખ્ય દાતા NRI ડૉ રજનીભાઇ મહેતા તથા શ્રી પ્રેમગિરિ દેવગિરી ગોસ્વામી અને અર્પણ ફાઉન્ડેશન નો આર્થિક સહયોગ મળેલ છે._*

જેમાં ભારત વિકાસ પરિષદ આંનદ નગર રાજકોટ શાખા ના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, મંત્રી મહેશભાઈ તોગડીયા અને ખજાનચી શ્રી કરશનભાઇ મેતા તથા અન્ય હોદેદારો શ્રી અને કારોબારી સભ્યો શ્રી એ આ ઊનાળાના ધોમધખતા તાપમા છેવાડાના બાળકો માટે  ચપ્પલ વિતરણ કરવામા ખૂબજ ઉત્સાહ થી મહેનત કરી હતી.

સમગ્ર કાર્યક્રમ ના માર્ગદર્શન માં અર્પણ ફાઉન્ડેશન ના પ્રમુખ અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પ્રમુખશ્રી પ્રફુલભાઈ ગોસ્વામી અને વિભાગીય મંત્રી શ્રી જેઠસુરભાઈ ગુજરીયા, ટ્રસ્ટી શ્રી ડૉ એન જે મેઘાણી, શ્રી હેમંતસિંહ ડોડીયા તથા સૌજન્ય NRI ડૉ રજનીભાઈ મહેતા, શ્રી નગીનભાઇ જગડા તથા સમય ટ્રેડિંગ ના પ્રદીપભાઈ ડાવેરા રહ્યા હતા તેવું ભારત વિકાસ પરિષદઆંનદ નગર શાખા રાજકોટ

મંત્રી શ્રી મહેશ તોગડીયાના અહેવાલ દ્વારા શ્રી નાગિનચંદ્ર જગડાની યાદી જણાવે છે.

(8:17 pm IST)