Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

મજૂરીકામ કરતા અને રીક્ષાચાલકના પુત્રો ધો.૧૨ સાયન્સ બોર્ડમાં ઝળકયા

રવિરાજ પંચાસરાને ૯૯.૧૨ પી.આર., ગુજકેટમાં ૧૦૦.૫ માર્ક : વિવેક સખીયાને ૯૪.૩૯ પીઆર

રાજકોટ : શહેરની એસકેપી સ્કુલમાં અભ્યાસ કરતા અને મજૂરી કામ કરતા સવજીભાઈ પંચાસરાના પુત્ર પંચાસરા રવિરાજ સવજીભાઈએ ધો.૧૨ સાયન્સમાં ૯૯.૧૨ પીઆર તથા ગુજકેટમાં ૧૦૦.૫ માર્કસ અને જેઈઈ (મેઈન) - ૧૧૪ માર્કસ મેળવેલ તથા રીક્ષાચાલક દિલીપભાઈ સખીયાના પુત્ર સખીયા વિવેક દિલીપભાઈએ ધો.૧૨ સાયન્સમાં ૯૪.૩૯ પીઆર તથા ગુજકેટમાં ૭૨ માર્કસ અને જેઈઈ (મેઈન)-૧૧૫ માર્કસ મેળવી બંને વિદ્યાર્થીઓએ શાળા અને પરીવારનું ગૌરવ વધારેલ છે.

(4:27 pm IST)