Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ઘંટેશ્વર સામે નવા બીલ્ડીંગના ચોથા માળેથી પડી જતા શ્રમિક યુવતીનું મોત

રાજસ્થાનની પપીતા ભુરીયા ચોથા માળે કામ કરતી વખતે પગ લપસતા પટકાઇ

રાજકોટ, તા. ૧૪ : જામનગર રોડ ઘંટેશ્વર સામે રત્નમ સ્કાઇ સીટી નામના નવી બિલ્ડીંગના ચોથા માળેથી પકટાતા રાજસ્થાનની શ્રમિક યુવતીનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જામનગર રોડ વોરા સોસાયટી સામે ઝુંપડામાં રહેતા રાજસ્થાનના જુગુભાઇ ભુરીયા તેનીપ ત્ની, પુત્રી પપીતા (ઉ.ર૦) સહિત ગઇકાલે ઘંટેશ્વર સામે રત્નમ સ્કાઇ સીટી નામની નવી બીલ્ડીંગના ચોથા માળે કામ કરતા હતાં ત્યારે ર૦ વર્ષની પુત્રી પપીતાનો પગ લપસતા ચોથા માળેથી પટકાતા તેને ગંભીર ઇજા થતાં સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

મૃતક પપીતા એકભાઇમાં નાની હતી. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ડી.વી. બાલાસરાતથા રાઇટર ધર્મેશભાઇએ તપાસ આદરી છે.

(4:21 pm IST)