Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

પાંચ ગેરકાયદેસર હથીયાર અને કાર્ટીસ સાથે પકડાયેલો લખો બામણીયા જેલહવાલે

એમપીના રમેશ ચીખલીકરનું નામ ખુલતા શોધખોળ

રાજકોટઃ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા સંયુકત પોલીસ કમિશ્નર ડી.એસ.ભટ્ટની સુચના તથા એસપી જયદીપસિંહ સરવૈયાની રાહબરી તથા ડીસીબીના પીઆઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઓ.પી.સીસોદીયા ગેરકાયદેસર હથીયાર તથા ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા માટે તથા એસઓજી પો.સ.ઇ. એચ.એમ.રાણા તથા ધર્મેન્દ્રસિંહ રાણા તથા પો.કોન્સ. અનીલસિંહ ગોહીલ તથા વિજેન્દ્રસિંહ ઝાલા તથા ગીરીરાજસિંહ જાડેજા તથા નિર્મળસિંહ ઝાલા તથા જયવીરભાઇ ગઢવી સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાથેના હે.કો.આર.કે.જાડેજા તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ ચુડાસમા તથા પો.કો.ચેતનસિંહ ગોહીલને મળેલ ખાનગી હકીકત આધારે ગોંડલ રોડ ચોકડી ક્રિષ્ના પાર્ક હોટલની સામે રોડની બીજી બાજુ સર્વિસ રોડ ઉપરથી લખો કાળુભાઇ બામણીયા (આદીવાસી) (ઉ.વ.૩પ) (રહે. ગામ સેજાવાડા તા.ભાભરા જી.જાબવા (એમપી) ને કોઇ જાતના પાસ પરમીટ કે આધાર વગર ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ નંગ-ર ની કી. રૂ. ર૦,૦૦૦ તથા દેશી બનાવટના તમંચા નંગ ત્રણની કિ. રૂ. ૧પ૦૦૦ તથા બાર બોરના કાર્ટીસ નંગ ૭ કિ. રૂ. ૭૦૦ તથા પીતળના નાના કાર્ટીસ નંગ ૩ કિ. રૂ. બાર બોરના કાર્ટીસ નંગ ૭ કિ. રૂ. ૭૦૦ તથા પીતળના નાના કાર્ટીસ નંગ-૩ કિ. રૂ. ૩૦૦ મળી કુલ ૩૬૦૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. બાદ લાખા બામણીયાને રજુ કરવામાં આવતા કોર્ટે તેને જેલહવાલે કર્યો હતો. પોલીસની પુછપરછમાં એમપીના રમેશ ચીખલીકરનું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે.

(4:21 pm IST)